ભુજ: કચ્છના ભુજ,માંડવી,અંજાર આસપાસના વિસ્તારોમાંથી ૧૫ જેટલા વાહનોની ચોરીનો ભુજ એ ડિવિઝન પોલીસે ભેદ ઉકેલ્યો હતો. ભુજ વિસ્તારમાં વાહનચોરી તથા ચેન સ્નેચિંગના બનાવો બનેલ તે શોધવા અને બનેલ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના શ્રી ડી.બી.વાઘેલા તેમજ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના શ્રી એમ.એસ બરાડા ની સૂચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એન પંચાલ ભુજ વિભાગના સુપરવિઝન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મૂળ કાળી તલાવડી હાલે વરનોરા રહેતો જુસબ મામદ ગગદાને તા.૦૯/૧૦/૨૦૧૮ના રોજ સાંજે ૭ કલાકે અટકાયત કરવામાં આવેલ અને આ ગુનાઓ કામે આરોપી નિખિલ ચંદ્રકાંત સલાટ ઉ.વ.૧૯ રહે.જેષ્ઠાનગર તેની તા.૧૦/૧૦/૨૦૧૮ના રોજ ૧૧ વાગ્યે અટકાયત કરવામાં આવેલ અને આરોપી નીખીલના કબજામાંથી કુલ સાત વાહનો ચોરી કરેલ જપ્ત કરવામાં આવેલ છે. નિખિલને પૂછપરછ દરમિયાન તેના બીજા પિતા અશરફ જુસબ મણિયાર ઉ.વ.૪૩ રહે. શેજવાળા માતમ ફતેહમામદ ના હજીરા પાસે અન્ય સાથીઓ સાથે ભુજ માંડવી અંજાર વગેરેના આસપાસના વિસ્તારોમાંથી વાહન ચોરીના બનાવો અંગે પોલીસે અશરફ જુસબ મણિયારને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ૧૩ વાહનોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી, તેની તા.૧૧/૧૦/૨૦૧૮ ના રાત્રીના ૮:૩૦ વાગે અટકાયત કરીને કુલ ૧૩ વાહનોની કી.૨,૮૦,૦૦૦ના વાહનો જપ્ત કરવામાં આવેલ છે. જ્યારે અન્ય બે વાહન ચોરીના કામનું જે પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલ છે,આમ કુલ ૧૫ વાહનો ચોરીના મળી આવેલ છે. તેમાં
૧) ૧.એક બ્લેક કલરની સ્પ્લેન્ડર, ૨.એક બ્લેક પલ્સર,૩.એક બ્લેક કલરની સ્પ્લેન્ડર ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે.
૨) એક બ્લેક કલરની ૧૫૦ સીસી પલ્સરની કોઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે.
આ સિવાય ૩) એક બજારની ડિસ્કવર અંજારના સવાશેર નાકા પાસેથી
૪)એક કાળા કલરનું સ્પ્લેન્ડરની ડી.પી.ચોકમાંથી
૫) એક સફેદ કલરની જુપીટર માંડવીમાંથી
૬) એક હંક મોટર સાઇકલ માંડવીમાંથી
૭) એક બજાજ કંપનીની ટ્રિવસ્તર આઝાદ ચોક માંડવી
૮) એક બ્લેક કલરની પલ્સર ૨૨૦ સીસી જુબેલી ગ્રાઉન્ડ પાસેથી
૯) એક યામાહા આર.૧-૫ ભુજના હોસ્પિટલ રોડ ઉપરથી
૧૦) એક કાળા કલરની એકટીવા જી.બી.ઇ.ના સામેથી
૧૧) સફેદ કલરની એકટીવા રાત્રણી પાસેથી ભૂજમાંથી ચોરી કરેલ હોવાનું આરોપી અશરફ જુસબ મનીયારએ જણાવતા તમામ મોટરસાઇકલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. ઝાલોરી તેમના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ દેવાભાઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મયુર સિંહ ઝાલા, ત્રિકમભાઈ,દેવરાજભાઈ દિલીપસિંહ, તથા પોલીસ કોન્સ્ટેબલ ગાયત્રીબેન જોડાયા હતા.

ગૌતમ બુચિયા
૯૭૧૪૦૬૫૪૦૫
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




