રાજપીપલા એસ.ટી.ડેપો.સરકારી ઓવરા જેવી એકાંત જગ્યાઓ પર ટીમે સર્ચ કરતા રોમિયો માં નાસભાગ
જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા અને નિર્ભયા ટીમના ઇન્ચાર્જ પી.એસ.આઈ.કે.કે.પાઠક ના માર્ગદર્શન હેઠળ નિર્ભયા ટિમ સતત લુખ્ખા તત્વો ની વોચ માં ફરતી હોય રોમિયોગિરી કરનારાઓની હવે ખેર નથી
રાજપીપલા:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ સ્કૂલ ,કોલેજ,ડેપો જેવા જાહેર સ્થળે રોમિયોગીરી કરતા તત્વો ને સબક શીખવાડવા અને શાળા માં ભણતી વિદ્યાર્થીનીઓ ની સલામતી ને ધ્યાને રાખી નર્મદા માં એક ખાશ નિર્ભયા સ્કોડ બનાવી છે જેમાં એક પી.એસ.આઈ.અને ચાર મહિલા કોન્સ્ટેબલો હથિયાર સાથે સજ્જ થઈ વાહનો માં સતત ફરતા રહી લુખ્ખા તત્વો સામે પગલાં લેવા કટિબદ્ધ હોય આજે સોમવારે કવિક રિસ્પોન્સ ટિમ ના પી.એસ.આઈ.કે.કે.પાઠક કે જે નિર્ભયા સ્કોડ ના ઇન્ચાર્જ છે એમની સાથે રાજપીપલા એસ.ટી.ડેપો અને ડેપો પાછળ આવેલા સરકારી ઓવારા તરફ ની એકાંત જગ્યાઓ પર પેટ્રોલિંગ કરતા ત્યાં બાઈકો લઈ રોમિયોગીરી કરતા દસેક યુવાનોને ઝડપી બરાબર પાઠ ભણાવતા અન્ય કેટલાક આ દ્રશ્યો જૉ ભાગી છૂટ્યા હતા ત્યારે નિર્ભયા ટિમ રોજે રોજ પેટ્રોલિંગ કરી આવા લુખ્ખા તત્વો સામે હવે લાલ આંખ કરશે જેના કારણે સ્કૂલ,કોલેજ,કે બગીચા જેવા જાહેર સ્થળો કે અન્ય ખૂણે ખાચરે ઠઠ્ઠા મસ્કરી કરી છેડછાડ કરતા તત્વો નું દુષણ ચોક્કસ અટકશે.અને સ્કૂલ,ટ્યુશન ક્લાસો માં જવાનું કહી વાલીઓને ગેરમાર્ગે દોરતા અમુક તત્વો ની શાન પણ ઠેકાણે આવશે ત્યારે અહીં એ ટકોર કરવી જરૂરી છે કે પોતાના બાળકો શાળા કે ટ્યુશન નું નામ લઈ ક્યાં જાય છે અને શું કરે છે એ માટે ફક્ત પોલીસ નહિ બલ્કે વાલિયો એ પણ ખાસ તકેદારી રાખી જોઈએ.
ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"