ઇમ્તિયાઝ અલી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ કરશે

0
10

મુંબઈ,તા.૧૫
મોખરાના ફિલ્મ સર્જક ઇમ્તિયાઝ અલી પોતાની આગામી ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કરશે એવી જાણકારી મળી હતી. થોડા સમય પહેલાં એવી વાતો ઊડી હતી કે એ રણબીર કપૂર સાથે ફિલ્મ કરશે.
ઇમ્તિયાઝે અગાઉ રણબીર અને દીપિકા પાદુકોણ સાથે તમાશા ફિલ્મ કરી હતી. જા કે એ ફિલ્મને બોક્સ આૅફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. તાજેતરમાં ઇમ્તિયાઝે એકતા કપૂર સાથે લૈલા મજનુ ફિલ્મનું સહિયારું નિર્માણ કર્યું હતું જેનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીના ભાઇ સાદિક અલીએ કર્યું હતું. જા કે આ ફિલ્મને પણ બોક્સ આૅફિસ પર ધાર્યો પ્રતિભાવ મળ્યો નહોતો.
હાલ રણબીર કપૂર એને સળંગ તારીખો આપી શકે એમ નથી એટલે એ સિદ્ધાર્થ મલ્હોત્રાને લઇને એકાદી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. ઇમ્તિયાઝની નિકટનાં સૂત્રોએ કહ્યું કે ઇમ્તિયાઝે સિદને પોતાની સ્ટોરી સંભળાવી દીધી છે અને સિદને એ ગમી છે એટલે એ કરવા તૈયાર છે. એને હવે રોમાન્ટિક હીરોની ઇમેજમાંથી બહાર આવવું છે.
હાલ સિદ્ધાર્થ ફિલ્મ સર્જક પ્રશાંત સિંઘની જબરિયા જાડી ફિલ્મ કરી રહ્યો છે. બિહારના કેટલાક વિસ્તારોમાં યોગ્ય મૂરતિયા ન મળતાં છોકરીવાળા સારા યુવાનોને કીડનેપ કરે છે એવી વાત છે. સિદ એક અપહૃત મૂરતિયાનો રોલ કરી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY