મુંબઈ,તા.૧૫
માતબર ફિલ્મ સર્જક કરણ જાહરે કહ્યું હતું કે મારી અને સંજય લીલા ભણસાલીની કામ કરવાની સ્ટાઇલ અલગ છે. હું તેમના જેવી ફિલ્મો ન બનાવી શકું.
જા કે હાલ કરણે પણ એક ઐતિહાસિક કથા પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે અને જેને કાસ્ટિગ કૂ કહેવાય એવા કલાકારોને સાઇન કરીને કામનો આરંભ કર્યો છે. એ ઐતિહાસિક ફિલ્મ એટલે તખ્ત. મુઘલ શહેનશાહ ઔરંગઝેબ અને એમના ભાઇ દારા શિકોહની કથાને આ ફિલ્મમાં રજૂ કરવાની તેમની ધારણા છે.
કરણે તખ્ત માટે કરીના કપૂર, અનિલ કપૂર, રણવીર સિંઘ, આલિયા ભટ્ટ, વીકી કૌશલ, ભૂમિ પેડણેકર અને જાન્હવી કપૂરે જેવા કલાકારોને સાઇન કર્યા હતા. આ એક પ્રકારનું કાસ્ટિગ કૂ હતું. બોલિવૂડના નાના મોટા બધાંનું આ કાસ્ટિગ તરફ ધ્યાન ગયું હતું.
અગાઉ કરણે આ પ્રકારનું કાસ્ટિગ પોતાની કભી ખુશી કભી ગમ ફિલ્મમાં કર્યું હતું. આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજાલ, રિતિક રોશન, કરીના કપૂર ખાન વગેરે કલાકારો ચમકિયા હતાં.
કરણે કહ્યું કે સંજય લીલા ભણસાલીનો કેન્વાસ વિસ્મયજનક હોય છે. હું મારી ફિલ્મોની તુલના એમની ફિલ્મો સાથે કરી શકું નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







