અલીગઢ, તા.૧૨
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)એ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર મન્નાન બશીર વાનીના જનાજાની નમાજ અદા કરવાનો પ્રયત્ન કરવાના આરોપમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. મન્નાન વાની એએમયુમાં રીસર્ચ સ્કોલર હતો અને તે અધવચ્ચે પોતાનો અભ્યાસ છોડીને હિઝબુલ મુજાહિદ્દીનમાં જાડાઈ ગયો હતો. સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં કુપવાડાના હંદવાડામાં મન્નાન સહિત ત્રણ આતંકીઓને એનકાઉન્ટરમાં ઠાર કર્યા હતા. મન્નાન વાનીના ઠાર થયાના અહેવાલ બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેનેડી હોલમાં આશરે ૧૫ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા.
તેમણે વાની માટે અહીં નમાજ અદા કરવાની શરુઆત કરી. જાકે આ અંગેની જાણ યુનિવર્સિટીના સંચાલકોને થતા કાર્યવાહી કરતા ત્રણેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા. આ અંગેની જાણકારી યુનિવર્સિટીના પ્રોક્ટર મોહસિન ખાને આપી હતી. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના નિયમોનુ ઉલ્લંઘન કરતા ગેરકાયદે રીતે સભા બોલાવી હતી. ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવા ઉપરાંત ચાર વિદ્યાર્થીઓને કારણ બતાઓ નોટીસ જાહેર કરવામાં આવી છે. આ ચારેય વિદ્યાર્થીઓ પર સસ્પેન્ડ કરવામાં આવેલ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવાનો આરોપ છે. હાલ વિદ્યાર્થીઓનો એકેડેમિક રેકોર્ડ કઢાવવામાં આવી રહ્યો છે. પ્રોક્ટરે સ્પષ્ટ કર્યુ કે, કોઈપણ પ્રકારની રાષ્ટ્રવિરોધી ગતિવિધિને યુનિવર્સિટી પરીસરમાં ચલાવી લેવામાં નહીં આવે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





