વીએચપીની નવી માંગ : ફૈઝાબાદ-અયોધ્યાને મિલાવી શ્રી અયોધ્યા નામ કરવા હાકલ

0
25

લખનઉ,તા.૧૭
ઈલાહાબાદનું નામ બદલ્યા બાદ આવનારા થોડા જ સમયમાં ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોના નામ બદલવામા આવી શકે છે. આ ક્રમમાં બીજા નંબર ફૈઝાબાદનો આવી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએસપી) અને રામ જન્મભૂમિ ન્યાસ ફૈઝાબાદ અને અયોધ્યાને મિલાવીને તેને ‘શ્રી અયોધ્યા’નું નામ આપવાની માંગ કરી રહ્યાં છે.
વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ કહ્યું, યોગી આદિત્યનાથ સરકારનું ઈલાહાબાદ શહેરનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. સરકારને જનભાવનાઓનો ખ્યાલ રાખવો જાઈએ અને ફૈઝાબાદનું નામ પણ બદલીને અયોધ્યા રાખી દેવું જાઈએ.
શરદ શર્માએ કહ્યું કે, યોગી સરકાર જેને પાછલા વર્ષ અયોધ્યા ફૈઝાબાદ નગર નિગમનું રચના કરી હતી, તેને અહીના સાધુ-સંતોની માંગનું ખ્યાલ રાખતા આવનાર દિવાળીના ‘દીપોત્સવ’ દરમિયાન શહેરનું નામ બદલી દેવું જાઈએ.
વીએચપીના સેન્ટ્રલ એડવાયઝરી બોર્ડના સભ્ય પુરૂષોત્તમ સિંહે પણ એવી જ ઈચ્છા વ્યક્ત કરી. તેમને કહ્યું, જ્યારે ઈલાહાબાદનું નામ પ્રયાગરાજ કરી શકે છે તો પછી ફૈઝાબાદનું અયોધ્યા કેમ ના થઈ શકે? ફૈઝાબાદ જિલ્લો અને અયોધ્યા જિલ્લાને એક કરી નાંખવું જાઈએ અને તેમનું નામ અયોધ્યા કરી નાંખવું જાઈએ.
યોગી સરકારના મંત્રીમંડળે મંગળવારે સર્વસમ્મતિથી ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી નાંખ્યુ. દોડ વર્ષ પૂર્વ સત્તામાં આવ્યા બાદ સરકારે આ ત્રીજું મોટું નામ બદલ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY