ગાંધીધામ તાલુકામાં આવેલા કીડાણા ગ્રામ પંચાયતમાં આવતી જગદંબા સોસાયટી તથા નિર્મલનગર વિસ્તાર છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તીવ્ર અછત સર્જાવવા પામીછે જેમના કારણે પીવાના પાણી માટે વલખાં મારતા આ વિસ્તારના લોકો તથા નાના બાળકો માથાપર કેન લઈને પાણી ભરવા દૂરના વિસ્તારમાં જવું પડે છે આ બાબતે આળસુ તંત્રને અનેક વખત રી પબ્લિકન પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગનીભાઈ કકલ અને ગામના લોકો દ્વારા અંજાર મામલતદાર કચેરી અને ગ્રામ પંચાયત કક્ષાએ લેખિત તથા મૌખિક અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈજ નિરાકરણ ન આવતા આખરે રોષે ભરાયેલા લોકો દ્વારા ના છૂટકે ઉગ્ર રજૂઆતો કરાઈ હતી પાણી જીવનની પ્રથમ જરૂરિયાત હોવા છતાં આ તંત્ર દ્વારા જો પીવામાટે આપવામાં ન આવતું હોય અને આસપાસમાં આવેલ કમ્પનીઓને મોટી મોટી લાઈનો આપવામાં આવતી હોય તે કેટલે અંશે વ્યાજબી છે..? તેવા સુર ગનીભાઈ કકલ દ્વારા ઉચ્ચારવામા આવ્યા હતા ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી જો મળી શકતું નહોય અને અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય તે હવે કદાપિ ન શાંખી લેવાની સાથે આર.પી.આઈ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગનીભાઈ કકલ ગ્રામ જનોને ન્યાય અપાવવા ઉગ્ર આંદોલન કરવા સહિતની ચીમકી તંત્રને આપીછે
રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






