નોટિસ મોકલી કહ્યું,રાફેલ ડીલ અંગે છપાયેલા લેખો સંપૂર્ણ રીતે ખોટા છે રાફેલ ડીલ : અનિલ અંબાણી પત્રકારો,મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ કરશે

0
14

ન્યુ દિલ્હી,તા.૧૯
રાફેલ ડીલથી લઈને જે રીતે રીલાયન્સ પર પ્રકારો અને આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ હવે અનિલ અંબાણીએ આરપારની લડાઈ લડી લેવાનું મૂડ બનાવ્યું છે. આ પહેલા અનિલ અંબાણીએ કોંગ્રેસના પેપર નેશનલ હેરાલ્ડ સામે કેસ નોંધાવ્યો હતો પરંતુ હવે અનિલ અંબાણીની કંપનીએ ૧૫ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, સ્થાનિક મીડિયા હાઉસ અને પત્રકારોને નોટિસ મોકલી છે. આ નોટીસમાં કહેવામાં આવ્યું છે કે રાફેલ ડીલ અંગે જે લેખો છાપવામાં આવ્યા છે તે સંપૂર્ણ રીતે ખોટા છે.
અનિલ અંબાણી તરફ થી દાખલ કરવામાં આવેલા કેસમાં આ વખતે ૫,૦૦૦-૧૦,૦૦૦ કરોડની માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોનું માનવું છે કે અનિલ અંબાણીની કંપનીએ ઓગસ્ટ મહિનામાં પત્રકારો અને નેતાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. છેલ્લી વાર કંપનીએ ૧૧ આૅક્ટોબરે આ કેસમાં બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આગલી સુનાવણી ૨૬ આૅક્ટોબરે થશે. આ બધા કિસ્સામાં રીલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રીલાયન્સ એરોસ્ટ્રક્ચરની તરફેણ કરવામાં આવી છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે બધા જ ન્યુઝ આર્ટિકલમાં પત્રકારો દ્વારા તે તથ્યો લખવામાં આવ્યા છે જે લોકોને ભટકાવી નાખે તેવા છે અને તેઓ લોકોને જણાવી રહ્યા છે કે આ ડીલમાં સરકાર દ્વારા તરફેણ કરવામાં આવી છે. કંપની દ્વારા સૌથી પહેલા અભિષેક મનુ સંઘવી વિરુદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. તેમને સંઘવી વિરુદ્ધ ૫૦૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY