મને મારી શરતે ફિલ્મો કરવાનું સહેલાઈથી પરવડે છે : સૈફ અલી ખાન

0
8

મુંબઈ,તા.૧૯
છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાને કહ્યું હતું કે હવે મને મારી શરતે ફિલ્મો કરવાનું સહેલાઇથી પરવડે છે.
‘પૂરતી સફળતા હું મેળવી ચુકવ્યો છું. કોઇ પ્રકારની આર્થિક સમસ્યા નથી. સરસ પત્ની અને એક પુત્ર ઉપરાંત મારી ફિલ્મોએ ધાર્યો બિઝનેસ કર્યો છે. એટલે હવે હું મારી શરતે કામ કરી શકું છું. મને એમ કરવાનું સહેલાઇથી પરવડે છે. એક કલાકાર તરીકે હવે હું નવા પ્રયોગો કરતાં ડરતો નથી. કલાકાર તરીકે હું દિવસે દિવસે વધુ ને વધુ ઘડાતો જાઉં છું. મને નવા નવા વિચારો સૂઝે છે એટલે કામ કરવામાં અનેરો આનંદ પણ આવે છે’ એમ સૈફ અલી ખાને કહ્યું હતું.
સૈફની આવી રહેલી ફિલ્મ બાઝાર શૅરબજારની વાતો રજૂ કરે છે જેમાં સૈફ અલી ખાને એક રુથલેસ ગુજરાતી વેપારીનો રોલ કર્યો છે જે પૈસા કમાવા માટે ગમે તેટલી હદે જવા તૈયાર હોય છે. સૈફે એવો દાવો કર્યો હતો કે ડાયરેક્ટર ગૈરવ ચોપરાએ આ ફિલ્મ બનાવવા પહેલાં ઘણું રિસર્ચ વર્ક કર્યું હતું અને શૅરબજારનો ઝીણવટપૂર્વક અભ્યાસ પણ કર્યો હતો એટલે ફિલ્મ વાસ્તવિક બની છે. શૅરબજારની ટર્મિનોલોજી અને સંવાદો અમારા માટે ખરેખર મુશ્કેલ હતા. જા કે અમારી આખીય ટીમે બહુ મહેનત કરીને આ ફિલ્મ બનાવી હતી. હવે ઓડિયન્સના હાથમાં છે કે એમને આ ફિલ્મ કેવીક ગમે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY