સિવિલ હોસ્પિટલની બહાર જ રિક્ષામાં પ્રસૂતાએ આપ્યો પુત્રને જન્મ

0
38

સુરત,તા.૨૦
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર જ પ્રસૂતાએ રિક્ષામાં બાળકને જન્મ આપ્યો હતો. સવારે પાંચ વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડ્યા બાદ નવ વાગ્યે સિવિલ હોસ્પિટલ પહોંચેલી સગર્ભાએ કેમ્પસમાં રિક્ષામાં પ્રસૂતિ કરાવવાની નર્સ પહોંચી ગઈ હતી. અને પ્રસૂતિ કરાવ્યા બાદ માતા અને પુત્રની તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
ઉન પાટીયા ખાતે રહેતી આસમા ખાતુન નામની મહિલાને ત્રણ દીકરીઓ બાદ ચોથી પ્રસૂતી હતી. સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં મહિલા ગર્ભાવસ્થા દરમિયાન સારવાર લઈ રહી હતી. છેલ્લે ૧૫ સપ્ટેમ્બરના રોજ મહિલાએ સિવિલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં પોતાની છેલ્લી સારવાર લીધી હતી. અને ૨૦ ઓક્ટોબરના રોજ પ્રસૂતિની તારીખ આપવામાં આવી હતી.
આસમાના પતિ મહમદ શકીલ કાપડના કારખાનામાં કામ કરે છે. પતિ નાઈટ પાળીમાં ગયો હોવાથી આસમાને સવારે પાંચ વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી. જા કે, ઘરમાં કોઈ ન હોવાથી તે પતિની રાહ જાઈ રહી હતી. આ દરમિયાન પડોશીઓ નવ વાગ્યે આસમાની મદદે આવ્યા હતાં. અને આસમાને રિક્ષામાં લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જા કે, આ દરમિયાન ઘણું મોડું થઈ ગયું હોવાથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર જ રિક્ષામાં પ્રસૂતિ થઈ ગઈ હતી.
રિક્ષામાં પ્રસૂતિ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ પહોંચી ગયો હતો. અને બાદમાં બન્નેને સારવાર માટે વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આસમા અને તેના પુત્રની તબીબત તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY