બુટલેગરની કારનો ફિલ્મી ઢબે પીછો કરવામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો

0
10

સુરત,તા.૨૦
સુરતના ઉધના મેઇન રોડ પર એક કાર અકસ્માત હાલતમાં પડેલી છે.કારના કચ્ચરઘાણ વળી ગયો છે, બોનેટના ભાગના ફુરચે ફુરચે ઉડી ગયા છે, પાછળના ભાગે પણ કાચના ભુક્કા બોલી ગયા છે. નંબર પ્લેટ પણ રસ્તે રઝળતી પડી છે.નંબર પ્લેટ પર જે સિમ્બોલ છે તે પોલીસની ગાડીનો છે.પણ ઉધના પોલીસે આ વાતનો ઇન્કાર કર્યો છે. આટલો જબરદસ્ત અકસ્માત હોવા છતા ઉધના પોલીસ પાસે કોઇ માહિતી નથી.
ઉધના રોડ પર કચ્ચરઘાણ થયેલી કાર પડી છે. એક એવી ચર્ચા છે કે શુક્રવારે મોડી રાત્રે બુટલેગરની કારનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આ કાર ઉથલી પડી હતી.કારનો નંબર જીજે-૫ સીએમ ૧૬૬૧ છે અને તેની પર પોલીસની ગાડી પર હોય છે તેવો સિમ્બોલ છે.ઉધના પોલીસને આ બાબતે પુછતા પોલીસની ગાડી હોવાનો ઇન્કાર કર્યો હતો. અકસ્માતની વાત સ્વીકારી હતી પણ તેની પણ કોઇ નોંધ ન હોવાનું ઉધના પોલીસે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY