આંકડા જુગાર બાદ નર્મદા પોલીસની ક્રિકેટ સટ્ટા પર લાલ આંખ

0
167

રાજપીપલા કસ્બાવાડમાં ટવેન્ટી ટવેન્ટી મેચ પર સટ્ટો રમતા ત્રણને એસ ઓ જી ની ટીમે 45,660/- ના મુ્દામાલ સાથે ઝડપી પાડ્યા. 

રાજપીપલા:
નર્મદા જિલ્લા પોલીસ વડા મહે્દ્ર બગડિયા એક પણ દારૂ કે  જુગારના વેપલા ચલાવતા તત્વો ને નથી છોડતા ત્યારે ગુરુવારની રાત્રે રાજપીપલા ટાઉન પોલીસ સ્ટેશન નજીકમાંજ આવેલા કસ્બાવાડ વિસ્તારમાં ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ નબીરાઓને એસ ઓ જી ના ડી બી કુમાવતે રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલાના કસ્બાવાડ વિસ્તારમાં 20 20 ક્રિકેટ પર સટ્ટો ચાલતો હોવાની બાતમીના આધારે નર્મદા એસ ઓ જી ના પી એસ આઈ ડી બી કુમાવતે તેમની ટીમ સાથે ગુરુવારે રાત્રે રેડ કરતા કસ્બાવાડ માં રહેતા નિઝામ ઉર્ફે મોરે સિકંદર મન્સૂરીના ઘર માં સટ્ટો રમતા ત્રણ પૈકી ખુદ નિઝામ સિકંદર મન્સૂરી,સિરાજ ઈશ્માઈલ મન્સૂરી અને મુસ્તાક કરીમ મન્સૂરીને ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઝડપી પાડ્યા હતા ત્યારે આ ઘરમાંથી સટ્ટા માટે ઉપયોગમાં લેવાયેલા કલર ટી વી ,રિમોટ,મોબાઈલ ,સેટઅપ બોક્સ અને રોકડા રૂપિયા 10,460/- મળી કુલ 45,660/- ના મુદ્દામાલ સાથે ત્રણેય ઈશમોને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી રેડ કરનાર એસ ઓ જી ના ડી બી કુમાવતે ટિમ સાથે આ સફળ ઓપરેશન પાર પાડતા જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો હતો આ કેશ ની તપાસ રાજપીપલા પોલીસ સ્ટેશનના પી એસ આઈ કે એમ ગામીત ને સોંપવામાં આવી છે.

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY