સુરત,તા.૨૧
રાજકોટની એક મહિલાએ સુરત ગૌરક્ષા સમિતિના પ્રમુખ ગભરુ ભરવાડ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. તો સામા પક્ષે ગભરુ ભરવાડે પણ આ મહિલા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. મહિલાએ કરેલી ફરિયાદ મુજબ, મહિલા લાજપોર જેલમાં બેધ પતિને મળવા આવી હતી. દરમિયાન ગૌરક્ષા સમિતિના પ્રમુખ તેણીને ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.
રાજકોટની એક મહિલા શનિવારે સાજે સચિન પોલીસ મથક પર પહોંચી હતી. જ્યાં તેણે વિશ્વ હિંદુ પરિષદના ગૌરક્ષા વિભાગના સુરતના પ્રમુખ ગભરુ ભરવાડ સામે દુષ્કર્મ આચર્યુ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જાકે, સામે પક્ષે ગભરુ ભરવાડે પણ મહિલા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હોવાનું જાણવા મળે છે. બન્ને છેલ્લા એક દોઢ મહિનાથી ફોન અને વોટ્સએપથી સંપર્કમાં હતા અને શનિવારે મહિલા રાજકોટથી મળવા માટે આવી હતી. ઉભરાટ ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






