કોટડાસાંગણી,તા.૨૧
કોટડાસાંગાણી તાલુકાના જુની ખોખરી ગામે યુવાન અને યુવતીએ અલગ-અલગ સ્થળે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા નાના એવા ગામમા અરેરાટી વ્યાપી ગઇ છે. બન્ને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધ હોય અને અલગ અલગ જ્ઞાતિના હોવાથી સમાજ એક નહીં થવા દે તેવા ડરથી બન્નેએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના જુની ખોખરી ગામે રહેતા જગદિશ કાળુભાઈ સરવૈયા (ઉ ૨૪)એ ગામમા આવેલ પોતાના જૂના ઘરે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે મયુરી બાઘજીભાઈ સુરાણી (ઉ.૨૦)એ પોતાના ઘરે દોરડાથી રૂમમા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈને બંનેના મૃતદેહ પીએમ માટે કોટડાસાંગાણી સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા. નાના એવા ગામમા યુવક યુવતીએ એક સાથે જીવન ટૂંકાવતા ગામમા તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.
સુત્રોના જણાવ્યા મુજબ યુવક અને યુવતી વચ્ચે છેલા ઘણા સમયથી પ્રેમ સબંધ હોય અને બંને અલગ અલગ જ્ઞાતીના હોવાથી સમાજ એક નહીં થવા દે તેવો ડર મનમાં આવતા આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






