એસસીઓની બેઠકમાં વિદેશપ્રધાને નામ લીધા વિના પાકિસ્તાનને આડે હાથ લીધું
સ્વરાજ
બેઈજિંગ,તા.૨૪
ભારતી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે મંગળવારે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. ચીનમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) કાઉન્સિલમાં બોલતા સુષ્મા સ્વરાજે કહ્યુ હતું કે આતંકવાદ એ માનવ અધિકારીઓનો દુશ્મન છે અને તેના વિરુદ્ધ એક થઈને લડવું પડશે. એટલું જ નહીં આતંકવાદને પ્રોત્સાહન, સમર્થન અને આર્થિક મદદ કરનારાઓને પણ ઓળખી કાઢવા પડશે. આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ પણ હાજર રહ્યા હતા.
સુષ્મા સ્વરાજે કહ્યુ હતું કે આજે વિશ્વ ઘણા પડકારોનો સામનો કરી રહ્યુ છે જેમાં વૈશ્વિક આતંકવાદ મુખ્ય છે અને તેનો સામનો કરવા માટે એક મજબૂત માળખુ ઊભું કરવું પડશે. આતંકવાદ જીવન, શાંતિ અને સમૃદ્ધિ જેવા મૂળભૂત માનવ અધિકારીઓનો દુશ્મન છે.
અમે દ્રઢ પણે માનીએ છીએ કે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ફક્ત આતંકીઓ સામે જ લડવાનું નથી પરંતુ આતંકવાદને પ્રોત્સાહન, સમર્થન અને આર્થિક મદદ કરનારા દેશોને ઓળખી કાઢીને તેમની સામે પણ પગલા ભરવાની જરૂર છે. આપણે આતંકવાદ વિરુદ્ધ એક થઈને લડવું પડશે. આપણે ભેગા થઈને આપણી સુરક્ષા, તાકાત અને ક્ષમતા પ્રમાણે એક રણનીતિ તૈયાર કરવી પડશે, તેમ ભારતીય વિદેશ મંત્રીએ કહ્યુ હતું.
ભારતે બે દાયકા પહેલા યુનાઈટેડ નેશન્સમાં વૈશ્વિક આતંકવાદ વિરુદ્ધ પોતાની વાત રાખી હતી અને તેથી આપણે ઝડપથી તેનો નિકાલ કરવો જાઈએ. સંરક્ષણવાદને તેના પ્રત્યેક રૂપમાં નકારી કાઢવો જાઈએ અને વેપારના માર્ગમાં અવરોધ ઊભા કરનારા તત્વોને નિયંત્રીત કરવાનો પ્રયાસ કરવો જાઈએ. ભારત એસસીઓ સાથે કામ કરતા આર્થિક અને વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમારૂ માનવું છે કે આર્થિક વૈશ્વિકરણ વધારે સમાનતાવાળુ અને પરસ્પર હિતો માટે સંતુલિત હોવું જાઈએ, તેમ સુષ્મા સ્વરાજે કહ્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



