‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જવાના રસ્તાઓ પરના હજારો વૃક્ષોનું નિકંદન… પર્યાવરણનું શું..??

0
39

વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની અસરે અફરાતફરી મચાવી દીધી છે છતાં વિશ્વના વિકાસની હરણફાળ ભરતા દેશો માત્ર વાતોથી સંતોષ માને છે. પર્યાવરણ દિન-બદિન વધતું છાલ્યું છે અને માનવ સહિતના જીવો તેનો વિવિધ પ્રકારે ભોગ બની રહ્યા છે. છતાં માનવી પોતે માનવતા ભૂલી ગયો છે અને ભારત સરકાર કે ભારતના રાજ્યો પણ આ બાબતને ગંભીરતાથી લેતા નથી. ભારત ભારત ખેતીપ્રધાન દેશ છે અને એક સમયે ગ્રીનરી જાળવવામાં વિશ્વમાં નામના કાઢી હતી. પરંતુ દિવસે-દિવસે વિકાસના નામે ગ્રીનરીનો સોથ વાળી નાખવામાં અવ્વલ નંબર તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં વિકાસના નામે લાખો વૃક્ષોનું નિકંદન ખુદ રાજ્ય સરકારે કાઢી નાખ્યું છે. પણ નવા વૃક્ષો ઉગાડવામાં નિષ્ફળતા સાંપડી છે. કારણકે નવા વૃક્ષો ઉગાડવા જે પ્રકારે પગલા ભરવા જાઈએ તે ભર્યા નથી.પરિણામે એક સમયે જંગલો-પ્રાણી-પક્ષીઓ માટે પ્રખ્યાત ડાંગ જીલ્લો વાંઝીયો કહેવાઈ રહ્યો છે. રાજ્યમાં વિકાસ કામો માટે અનેક જુના વૃક્ષોને ઝડમૂળથી કાપી નાખવામાં આવ્યા છે. પરિણામે પર્યાવરણમાં મોટો ફેરફાર આવી ગયો છે. શિયાળો-ઉનાળો-ચોમાસાની સિઝનના સમયમાં ફેરફાર થઇ ગયો છે. ગરમી વધવા લાગી છે તો ઠંડીનાં દિવસો ઘટી ગયા છે અને વર્ષા ઋતુમાં ધરખમ ફેરફાર થઇ ગયો છે. કિયાક વરસાદ વધુ પડે છે તો કિયાંક નહીવત વરસે છે. આ ગ્રીનરી ઘટાડવામાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી પહોંચવામાં લોકોને સરળતા રહે અને તેનો આનંદ માણી શકે તે માટે સરકાર દ્વારા ગ્રીનરીનો વિચાર કર્યા વગર વડોદરાના કિયુંરાઈ ચોકડીથી કેવડીયા સુધીના માર્ગ પર તેમજ કેવડીયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચવાના જે-તે માર્ગો પર આવતા હજારો વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. આ વૃક્ષો પૈકી અનેક વૃક્ષો ૧૦૦-૧૫૦ વર્ષથી અડીખમ ઉભા હતા. તો અનેક વૃક્ષો ઘટાટોચ હતા કે જે માનવ જાત-જીવોને વગર પૈસે સ્વચ્છ ઓÂક્સજન આપતા હતા. તેનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.
પર્યાવરણને કારણે દિલ્હી દર વર્ષે શિયાળામાં મુશ્કેલીનો સામનો કરે છે અને ગુજરાતમાં પણ કેટલાક શહેરોનું પર્યાવરણ બગડી ચુકવ્યું છે. તે સાથે પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ વૃક્ષોની જરૂર છે. તેમ છતાં રાજ્ય સરકારે કોઈ જ વિચાર કર્યા વગર હજારોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવું કેટલું ઉચિત ગણાય..?? ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સામે કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ ત્યાં પહોંચવા માટેના રસ્તાઓ પરના વર્ષો જુના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવું કેટલું ઉચિત ગણાય..?? જા કે રાજ્યમાં વન મહોત્સવ દર વર્ષે ઉજવાય છે. વૃક્ષોનાં રોપા વિતરણનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ વિતરણ કરાતા રોપાઓ પૈકી કેટલા વૃક્ષો ઉગ્યા તેનો કોઈ હિસાબ સરકાર પાસે નથી. ત્યારે હવે લોકોએ જાગૃત થવાનો સમય આવી ગયો છે. નહિ તો આવનાર પેઢી કદી માફ નહિ કરે તે પણ હકીકત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY