ન્યુ દિલ્હી,તા.૨૨
મોદી સરકારે કારોબારીઓને મોટી રાહત આપી છે. વેપારીઓને સપ્ટેમ્બર મહીનાનું જીએસટીઆર-૩મ્ ભરવા માટે સમય મળી ગયો છે. સરકારે તેની જાહેરાત કરતા જણાવ્યું છે કે કારોબારીઓ ૨૫ ઓક્ટોબર સુધી ય્જી્ઇ-૩મ્ ભરી શકશે.
આ ઉપરાંત કારોબારીઓ જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ સુધીની ઈનપુટ ટેકસ ક્રેડીટ(આઈટીસી)ને પણ ૨૫ ઓક્ટોબર સુધી કલેમ કરી શકશે. નાણાંકીય મંત્રાલય અંતર્ગત આવનારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ એક ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
સામાન્ય રીતે કોઈ પણ મહીનાનું જીએસટીઆર-૩બી અગામી મહિનાની ૨૦ તારીખ સુધી ભરવાનું હોય છે. સપ્ટેમ્બરનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓક્ટોબર હતી. હવે સરકારે તેમાં ૫ દિવસનો વધારો કર્યો છે. અગાઉ કારોબારીઓએ જીએસટી રિટર્ન ભરવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સેલ્સ રિટર્ન અને સપ્લાયર્સ દ્વારા દાખલ કરવામાં આવી રહેલા પરચેઝ રિટર્નનું મેચિંગ કરવું મુશ્કેલ થશે. તેના કારણે તા.૨૦ સુધીમાં જીએસટી રિટર્ન ફાઈલ કરવું મુશ્કેલ થઈ જશે. બાદમાં કેન્દ્ર સરકારે કારોબારીઓને રાહત આપતા ડેડલાઈન વધારવાની જાહેરાત કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



