અમારા પુત્રનું બ્રેન વાશ કરીને જબરદસ્તી સાધુ બનાવવામાં આવ્યો : પરિવારજનોનો આક્ષેપ

0
37

અમદાવાદ,તા.૨૨
અમદાવાદ ખાતે આવેલું ભાડજનું હરેકૃષ્ણ મંદિર વિવાદોના ઘેરામાં આવ્યું છે. ફરી એક વખત એક પરિવાર પુત્રને પરત લાવવા મેદાનમાં ઉતર્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે તેમનો દીકરો પ્રશાંત કુમાર સિંઘ છેલ્લા ૪ વર્ષથી હરે કૃષ્ણ મંદિરમાં રહે છે. આ મંદિર આજની જનરેશનને ટાર્ગેટ કરે છે, અને તેમનું બ્રેન વાશ કરીને જબરદસ્તીથી સાધુ બનાવવામાં આવે છે.
આ કેસમાં પરિવારજનોએ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, તેમનો દીકરો આ મંદિરના સંપર્કમાં આવ્યો હતો, અને બાદમાં તે પરિવારજનોથી અલગ થઇને મંદિરમાં રહે છે.
યુવકના પિતા એરફોર્સમાં બરેલી ખાતે ફરજ બજાવે છે. પ્રશાંતના પિતાનું ૫ વર્ષ અગાઉ ગાંધીનગરમાં પોસ્ટિંગથયું હતું. તે સમયે પ્રશાંત મંદિરના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે ભોગ બનેલા પ્રશાંતની બહેને મંદિર સંચાલકો ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને પ્રશાંતનુ માઇન્ડ વોશ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.
આ મંદિરના સંચાલકો ઉપર આક્ષેપ લાગ્યા છે કે, તેઓ સાયન્સના વિદ્યાર્થીઓને અને ૧૮ વર્ષથી ઉપરના યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યારબાદ મંદિરના ડોનેશન માટે મોટી કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવે છે.
આ વિદ્યાર્થીઓને ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે જેથી તેમને ઘરની યાદ ન આવે અને આ પ્રકારે યુવાનોને ટાર્ગેટ કરીને પરિવારજનોથી દૂર કરી દેવામાં આવે છે. આ મામલે પરિવારજનોએ હરે કૃષ્ણ મંદિરથી પોતાના બાળકોને દૂર રાખવાની પણ અપીલ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY