બે બિલ્ડરની હત્યા માટે સોહરાબ કેસના સાક્ષીને ૭૦ લાખની સોપારી અપાઈ

0
8

અમદાવાદ,તા.૨૨
દેશમાં ચકચારી બનેલા સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના મહત્વના સાક્ષી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાન પઠાણે જુહાપુરાના બિલ્ડર નજીર વોરા અને જમાલપુરના બિલ્ડર સલીમ જુમ્મા ખાન પઠાણની હત્યા કરવા માટે ૭૦ લાખ રૂપિયાની સોપારી લીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ઉદયપુરની એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) ની ટીમે કર્યો છે.
થોડાક દિવસ પહેલાં ખંડણી, હત્યાની કોશિશ જેવા ૧૭ કરતાં વધુ ગુનામાં સંડોવાયેલા આઝમખાન પઠાણની ઉદયપુરની એસટીએફએ દિલ્હીથી ધરપકડ કરી હતી.
વર્ષ ર૦૧૬માં જમાલપુર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ પાસે બિલ્ડર મોહંમદ હનીફ નિઝામુદ્દીન શેખ ઉર્ફે હનીફ દાઢીની પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરીંગ કરીને થયેલી હત્યાના ચકચારી કિસ્સામાં સીઆઇડીએ ઉદયપુરમાં ધરપકડ થયેલા ગેંગસ્ટર આઝમખાન પઠાણની પૂછપરછ કરી છે.
રાજસ્થાનમાં ખંડણી, હત્યાની કોશિશ જેવા સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા ગેંગસ્ટર આઝમખાન પઠાણની રાજસ્થાનની એસટીએફએ દિલ્હીથી ધરપકડ કરી છે. આઝમખાનની ધરપકડ બાદ તેના બે શૂટર સદામ ન્યારગર અને ઇમરાન ઉર્ફે ભુરિયાની પણ એસટીએફની ટીમે બે ઇમ્પોર્ટેડ પિસ્તોલ અને છ જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે.
હનીફ દાઢી હત્યા કેસ અંગે સીઆઇડી ક્રાઇમ તેમજ એસટીએફની ટીમે આઝમખાનની પૂછપરછ કરી હતી, જેમાં તેને અમદાવાદના બિલ્ડર નજીર વોરા અને હથિયારોના બોગસ પરવાના આપવાના કેસમાં ધરપકડ થયેલા સલીમ જુમ્માખાન પઠાણની હત્યા કરવા માટે ૭૦ લાખ રૂપિયાની સોપારી લીધી હોવાની કબૂલાત કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY