રો-રો ફેરીનું પ્રથમ ટ્રાયલ રહ્યું સફળ, ૨૬ ઓક્ટોબર સુધી ફ્રીમાં વાહનોની કરાશે અવરજવર

0
11

ભાવનગર,તા.૨૨
દહેજ-ઘોઘા રો-રો ફેરીનું પ્રથમ ટ્રાયલ કરવામાં આવ્યુ છે. ઘોઘાથી દહેજ સુધી ફેરી પરીક્ષણ સફળ રહ્યું છે. અગાઉ દહેજ ખાતે પોન્ટુનમાં ખામી સર્જાઇ હતી. ૨૬ ઓક્ટોબર સુધી ટ્રાયલ ચાલુ રહેશે. ટ્રાયલમાં ફ્રીમાં વાહનોની અવરજવર કરવામાં આવશે.
રો રો ફેરીનું પ્રથમ ટ્રાયલ શરૂ કરાયું છે ત્યારે પહેલા જહાજમાં ટ્રકને ચઢાવવા આવી હતી. પોન્ટુનની ઉંચાઈ વધુ હોવાના કારણે ટ્રક ચાલકો પરેશાન થઈ શકે છે.
મહત્વનુ છે કે, સરકાર દ્વારા રોરો ફેરીમાં મોટા વાહનો જઈ શકે છે. જેનાથી માલ-સામાનની હેરાફેરી કરવામાં સરળતા થઈ શકે છે. જાકે રોરો ફેરી જહાજની ઉંચાઈ વધુ હોવાના કારણે ટ્રક ચાલકોને પરેશાની થઈ શકે છે.
મળતી માહિતી પ્રમાણે, આગામી ૧૨ ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રો-રો ફેરીના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પરંતુ દહેજમાં પોન્ટુન તુટી જવાથી રો-રો ફેરી મોકૂફ રખાય હતી. જેથી હવે રો-રો ફેરી દિવાળી પછી જ શરૂ થાય તેવા એંધાણ છે.
મહત્વનુ છે કે, રો-રો ફેરીનો પ્રોજેક્ટ પીએમ મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. પીએમ મોદી ૩૧ ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના હસ્તે રો-રો ફેરીનુ લોકાર્પણ કરવામાં આવે તેવી શકયતા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY