ભારત-ચીન યુદ્ધના ૫૬ વર્ષ બાદ મળ્યું વળતર, આખુ ગામ બન્યું કરોડપતિ

0
170

બોમડીલા,તા.૨૨
ભારત-ચીન યુદ્ધના ૫૬ વર્ષ બાદ અરુણાચલ પ્રદેશના લોકોને લશ્કરે પોતાની છાવણી, બંકર્સ અને રસ્તા બનાવવા હસ્તગત કરેલી જમીનના વળતર તરીકે રૂ. ૩૮ કરોડ મળ્યાં હતાં. એક ખાસ કાર્યક્રમ યોજીને રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન કિરેન રિજિજૂ અને મુખ્ય પ્રધાન પેમા ખંડુએ પશ્રિ્‌ચમ ખેમેન્ગ જિલ્લાના સંબંધીત ગામવાસીઓને શુક્રવારે વળતરના ચેક આપવામાં આવ્યા હતા.
રિજિજૂએ જણાવ્યું હતું કે ગામવાસીઓને કુલ રૂ. ૩૭.૭૩ કરોડના ચેક આપવામાં આવ્યાં હતાં. એ સમાજની જમીન હતી અને માટે એમણે મેળવેલી આ મોટી રકમ ગામવાસીઓને વહેંચવામાં આવશે.
પ્રેમ ડોરજી ખ્રીમેને રૂ. ૬.૩૧ કરોડ અને ખંડુ ગ્લોવને રૂ. ૫.૯૮ કરોડ સહિત જે લોકોની જમીન સંપાદન કરવામાં આવી હતી, એ બધાને ચેક આપવામાં આવ્યાં હતાં. ભારત અને ચીન વચ્ચે ૧૯૬૨માં થયેલા યુદ્ધ બાદ લશ્કરે પોતાની છાવણી, બંકરો, બેરેક્સ, રસ્તા, પુલ બાંધવા અને અન્ય કામ માટે જમીન સંપાદન કરી હતી.
જાકે, ગયા વર્ષ સુધી જમીનના માલિકોને કોઇ જાતનું વળતર આપવામાં નહોતું આવ્યું. રિજિજૂ અરુણાચલ પ્રદેશના છે અને એમણે સંરક્ષણ મંત્રાલયને કહીને વળતરની રકમ મંજૂર કરાવી હતી. રિજિજૂએ જણાવ્યું હતું કે જમીન રાષ્ટ્રના હિતમાં સંપાદન કરવામાં આવી હતી, પણ કોઇપણ સરકારે ૧૯૬૦થી અરુણાચલ પ્રદેશના ગામવાસીઓને એમની જમીન માટે વળતર ચુકવવાની તસ્દી લીધી નહોતી. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનનો ગામવાસીઓને એમનું વળતર ચુકવવા બદલ આભારી છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY