ભાગેડુ મહેલુ ચોક્સીએ અરૂણ જેલીની પુત્રી અને જમાઇની ફર્મને હાયર કરી હતી : કોંગ્રેસ

0
179

ન્યુ દિલ્હી,તા.૨૨
રાજસ્થાનના પીસીસી ચીફ સચિન પાયલટે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે. આ દરમિયાન તેમની સાથે રાજીવ સાતવ અને સુષ્મિતા દેવ પણ હાજર રહી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે દેશનો સમગ્ર ઢાંચો આર્થિક આતંકવાદીઓને સંરક્ષણ આપવાનું કામ કરી રહી છે. મેહુલ ચોક્સીના કૌભાંડ સાથે જાડાયેલા દરકે દસ્તાવેજ નાણા પ્રધાન, જીર્હ્લૈંં અને બધાને ૨૦૧૫માં ફોરવર્ડ કરી દીધાં હતા. મેહુલ ચોક્સીએ અરુણ જેટલીની દીકરી સોનાલી જેટલી અને તેમના જમાણીની ફર્મને હાયર કરી હતી. ત્યારપછી તેમણે એવું કહીને પૈસા પરત કરી દીધાં કે, અમે તેમની સાથે કોઈ કામ નથી કર્યું. આ રકમ રૂ. ૨૪ લાખ હતી. અમારી પાસે બેન્ક સ્ટેટમેન્ટ છે જે ખાતામાંથી પૈસા પાછા આવ્યા છે. તેમણે કહ્યું બધાને ખબર હતી કે ચોક્સી ભાગી જવાનો છે.
મેહુલ ચોક્સી ભાગ્યા પછી અરુણ જેટલીની દીકરીની ફર્મે પૈસા પરત કર્યા હતા. સચિન પાયલટે કહ્યું કે, અમે જાણવા માગીએ છીએ કે, કયા આધારે નાણાપ્રધાન અરુણ જેટલીની દીકરી અને જમાઈની લો ફર્મને હાયર કરવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસ નેતા રાજીવ સાતવે કહ્યું કે, સમગ્ર કેસમાં મેહુલ ચોક્સી અને નાણાપ્રધાનની દીકરી-જમાઈની મીલીભગત હતી. શું સોનાલી જેટલીના બેન્ક એકાઉન્ટમાં રૂ. ૨૪ લાખ જમા થાય અને તે વિશે નાણાપ્રધાનને ખબર ન હોય? શું કરવા તેમને આ પૈસા આપવામાં આવ્યા હતા? શું ભાગવામાં મદદ માટે? ત્યારપછી આ રકમ સરકારને પરત કરવામાં કેમ ન આવી? કેમ મેહુલ અને નિરવને પરત કરી? પીએમને સવાલ કર્યો કે તેઓ નાણાપ્રધાનનું રાજીનામું કેમ નથી લઈ લેતા?
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, અરુણ જેટલી નાણા અને કોર્પોરેટ મામલે મંત્રી હોવા છતાં આટલું બધુ થયું. તેમની દીકરી સોનાલી જેટલી અને જમાઈ જયેશ બખ્શીએ મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડનું ડિસેમ્બર ૨૦૧૭માં રિટેનરશિપ સ્વીકાર્યું. આ દરમિયાન સોનાલી જેટલી અને જયેશની જેટલી એન્ડ સન્સ એસોસિયેટ્‌સને રૂ. ૨૪ લાખ આપવામાં આવ્યા હતા. ૧ જાન્યુઆરીએ નીરવ મોદી દેશમાંથી બાગી ગયો. ૪ જાન્યુઆરીએ મેહુલ ચોક્સી દેશમાંથી ભાગી ગયો. ૩૧ જાન્યુઆરી અને ૧૫ ફેબ્રુઆરીએ બે અલગ અલગ ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરીએ સોનાલી જેટલી અને જેટલી એન્ડ સન્સ એસોસિયેટ્‌સના જયેશે ગીતાંજલી જેમ્સ લિમિટેડના ખાતામાં રૂ. ૨૪ લાખ જમા કરાવી દીધા.
કોંગ્રેસે કહ્યું કે, મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ ગીતાંજલિ જેમ્સ દ્વારા ૨૧ હજાર ૩૦૬ કરોડનું બેન્ક કૌભાંડ કર્યું. જેના દ્વારા ભારતના મધ્યમ વર્ગ અને સમાન્ય રોકાણકારોને રૂ, ૫,૦૦૦ કરોડ કરતાં વધારે નુકસાન થયું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાજપના પીએમઓ, નાણા મંત્રાલય, ઈડી, સેબી, મહારાષ્ટ્ર અને ગુજરાતની ભાજપ સરકારને આ વિશે માહિતી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY