બેંગ્લુરુ,તા.૨૨
કેન્દ્ર સરકારે ૩૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સેશન્સ કોર્ટને બેનામી વહેવાર માટેના કેસ માટે ખાસ અદાલત તરીકે કામ કરવાના આદેશ આપ્યા હતા. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હાઇ કોર્ટોના ચીફ જસ્ટિસ સાથે મસલત કર્યા બાદ આ વિશે સેશન્સ અદાલતોને જણાવાયું હતું. હવેથી આ કોર્ટોમાં બેનામી સંપત્તી માટેના કાયદા હેઠળના કેસ ચલાવવામાં આવશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે દરેક જિલ્લાની અતિરિક્ત સેશન્સ જજ-૦૨ની અદાલતને ખાસ અદાલત બનાવાઇ છે. બેનામી વહેવારમાં ખોટા નામે કરવામાં આવેલા વહેવાર અથવા જ્યાં માલિકને સંપત્તી વિશે જાણ ન હોય અથવા સંપત્તિ માટે નાણાં ચુકવનાર વ્યકિત ન શોધાય જેવી બાબતોનો સમાવેશ થાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





