કેવડીયા,તા.૩૧
સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનતાં નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારમાં જમીનોના ભાવો આસમાને જતા રહ્યાં છે અને જમીન દલાલો સ્થાનિકોની જમીનો પડાવવા માટે ઉમટી પડ્યા છે.
કેવડિયા કોલોની નજીક નર્મદા નદીની વચ્ચે સાધુ ટેકરી પર સરદાર પટેલની દુનિયાનની સૌથી ઊંચી પ્રતિમા બની રહી છે ત્યારે આ વિસ્તારને એક ઇન્ટરનેશનલ કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે કેવડિયા કોલોની વિસ્તારમાં જમીનોના ભાવો આસમાને જતા રહ્યાં છે. એક સમયે જે જમીન એક એકરના ભાવન રૂ.૧ થી ૫ લાખ હતા, જેના ભાવ હવે રૂ.૬૦ લાખથી દોઢ કરોડ થઇ ગયા છે.
સુરત, વડોદરા, ભરૂચ, રાજપીપળાથી જમીન દલાલો આ જમીનોના સોદા કરવા માટે આ વિસ્તારોમાં ફરી રહ્યાં છે. જેના કારણે સ્થાનિકોને પણ ઘી-કેળા થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે બોટિંગ, ગાર્ડન, એમ્યુઝમેન્ટ પાર્ક, વિવિધ રાઇડ્સ પણ તૈયાર કરાશે. જેનાથી પ્રવાસનને આકર્ષી શકાય અને આ બધી શકયતાઓના લીધે આ વિસ્તારમાં જમીનોના ભાવ આસમાને પહોંચી ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





