રાજપીપળા સ્ટેશન રોડ પર ઉભરાતી ગટરો બાબતે પાલિકા દ્વારા પ્રચાર ગાડી ફેરવાઈ
પ્લાસ્ટિક સદંતર બંધ કરી કચરો ગમે ત્યાં ન નાખવા પાલિક પ્રમુખ ની કડક સૂચના

રાજપીપળા : રાજપીપળા ના સ્ટેશન રોડ ખાટકી વાડ પાસે ઉભરાતી ગટરો નું પાણી માર્ગો પર ફરી વળતા જંગ એ ગુજરાત એ જવાબદાર દુકાનદારો ને જાગૃત કરવા પાલિકા દ્વારા કડક પગલાં લેવાય એવો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા પાલિકા સત્તાધીશો એ તુરત પગલાં લઈ તાકાિક એજ દિવસે એક પ્રચાર ગાડી સ્ટેશન રોડ ઉપર ફેરવી જેમાં ખાસ પ્લાસ્ટિક નો વપરાશ સદંતર બંધ કરવો અને કચરો ગમે ત્યાં ન નાખી કચરા ની ગાડી કે ડોર ટુ ડોર આવતા કર્મચારીઓ નેજ આપી ગંદકી ન કરવા કડક સૂચના અપાઈ હતી આ પ્રચાર ગાડી આખા ગામ માં ફરી લોકો ને જાગૃત કરવા એક પ્રયાસ કરાયો હતો
જોકે રાજપીપળા શહેર માં અમુક લોકો ગટરો માં કે ફળિયા માં ગમે ત્યાં કચરો નાખવા ટેવાયેલા હોય એમને સુધારવા અને એમના જ ઘર કે ફળિયા ને સ્વછ રાખવા પાલિકા દ્વારા વારંવાર અપીલ કરાતી હોવા છતાં લોકો માં જાગૃતિ નો અભાવ હોવાના કારણે આખરે દોષ નો ટોપલો પાલિકા ના સફાઈ કામદારો ના માથે નંખાય છે ત્યારે હવે પાલિકા સત્તાધીશો એ વધુ કડક પગલાં લેવા જોઈએ એમ લાગી રહ્યું છે.
બે દિવસ થી પ્રચાર ગાડી ફરે છે છતાં લોકો ગંદકી કરશે તો હવે દંડ વસુલ કરશે : પાલિકા પ્રમુખ
પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટે જણાવ્યું કે જંગ એ ગુજરાત પ્રતિનિધિ દ્વારા સ્ટેશન રોડ ની ગટરો વિષે જાણ્યું અને તુરત પગલાં લીધા હતા સાથે ગંદકી કરનારા વેપારીઓ ને સૂચના અને પ્રચાર ગાડી માં પ્લાસ્ટિક બંધ કરવા સહીતની સૂચના આપી છે જો તેમ છતાં લોકો નહિ સુધરે તો હવે દંડ વસુલ કરવા પણ પગલાં લેવાશે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








