જંબુસરના ટુંડજ પ્રાથમિક મિશ્રશાળાના પાંચ ઓરડા જર્જરિત : બાળકોમાં ભયનો માહોલ

0
93

જંબુસર:
બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી હાલમાં જ કરવામાં આવી. ત્યારે બીજી તરફ જંબુસર તાલુકાના ટુંડાજ ગામની પ્રાથમિક મિશ્રશાળામાં ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતી ૭૩ છોકરીઓ અને ૭૭ છોકરાઓ મળી કુલ ૧૫૦ વિદ્યાર્થીઓ સાત રૂમોમાં અભ્યાસ કરે છે જે પૈકી પાંચ ઓરડામાં મોટી તિરાડો તથા તળિયાના પથ્થરો ઉખડી ગયેલા અને ચોમાસામાં સ્લેબમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી પડતું હોય ઓરડા  જર્જરિત થઇ ગયા છે આ ઇમારત બે હજાર એક ની સાલમાં બનાવવામાં આવી હતી હાલ આ ઇમારતમાં અભ્યાસ કરતા બાળકોના માથે ભય તોળાતો હોય બાળકોને ભણતરમાં ખુબ જ માઠી અસર પડે છે પ્રાથમિક મિશ્ર શાળાની ઇમારત જર્જરિત હોઇ સ્કૂલના એસએમસી સભ્યો દ્વારા માગણી કરવામાં આવી હતી કે જર્જરિત ઇમારતની જગ્યાએ નવું મકાન ફાળવવામાં આવે તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ૮/૨/૧૭ ના રોજ પત્ર લખીને જે તે સમયના આચાર્યને જાણ કરવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી સરદાર ઇમારત અંગેનો પ્રશ્ન હલ થયેલ નથી અને વિદ્યાર્થીઓના માથે ભય તોળાઈ રહ્યો છે અધિકારીઓ જાને કોઈ અકસ્માતની રાહ જોઇ બેઠા છે તેમ વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સહિત ધોરણ એકથી આઠમાં પાંચ શિક્ષકો અભ્યાસ કરાવે છે જ્યારે બે શિક્ષકોની ઘટ છે જેમાં ધોરણ એકથી પાંચમાં એક શિક્ષક અને ધોરણ છથી આઠમાં સામાજિક વિજ્ઞાન શિક્ષકની ઘટ છે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકો અંગે મોટા બણગા ફોડવામાં આવ્યા હતા, જે ક્યાં છે. પ્રવાસી શિક્ષકોની સરકાર કેમ ભરતી કરતી નથી, પીટીસી કરેલા ઘણા શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફા મારે છે સરકાર શિક્ષકોની ભરતી કરે જેથી બાળકોનું ભવિષ્ય સુધરે તેમ વાલીઓ ઇચ્છી રહ્યા છે.

રિપોર્ટર: હારીન પટેલ, જંબુસર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY