ભારતનાં અમૃતસરમાં રાવણદહન સમયે જે દુર્ઘટના થઇ તેવી દુર્ઘટના પહેલા પણ થઇ છે. જા કે અમૃતસર જેવી નહિ પરંતુ કોઈ કારણથી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હોય યા કોઈ ષડયંત્રનો શિકાર બની ગઈ હોય. જેમાં અનેક નિર્દોષ પ્રવાસી માર્યા જાય છે. પંજાબનાં અમૃતસરમાં રાવણ દહન સમયે ટ્રેને લગભગ ૬૦થી વધુ લોકોને કચડી નાખ્યા તે ચર્ચાસ્પદ અને વિવાદોથી ઘેરાયેલી દુર્ઘટના છે. આ રેલ દુર્ઘટનામાં જે લોકો માર્યા ગયા તેના પરિવારમાં બાળકો અનાથ થઇ ગયા. આખો પરિવાર રાવણ જાવા ગયો હોય અને રેલગાડીની ઝપટમાં મા-બાપ માર્યા ગયા હોય એવા અનાથ બાળકોનું કોણ..?? પંજાબનાં મંત્રી નવજાત સિદ્ધુ કે જે પૂર્વ ક્રિકેટર પણ છે અને કપિલ શર્મા લાફ્ટર શોમાં મોટું નામ કમાયા છે. નવજાત સિદ્ધુએ વાહે ગુરૂનાં એક સાચા સિપાહી યા બન્દે-ભક્તની જેમ તોફાનોમાં એક ઝગમગતો દીવો બની આ અનાથ બાળકોની પોતે જવાબદરી લીધી છે. તેમણે ગુરૂના નામ પર આ ઘોષણા કરી છે.
પંજાબની ધરતી ગુરૂ નાનક સાહેબના આવા શબ્દોથી ભરચક છે. જેને આવકાર મળવો જાઈએ. ખરેખર તો સિદ્ધુએ આવા અનાથ બાળકોને ભવિષ્યનો રસ્તો વાહે ગુરૂને સાક્ષી માની બતાવ્યો છે. ભૂકંપ, રેલ દુર્ઘટના કે દંગા ફસાદમાં અનેક બાળકો અનાથ થઇ જાય છે. સરકારી રીતે સામાજીક સુરક્ષાનાં નામ પર તેમની જવાબદારી લેવામાં તો આવે છે પણ પછી તેમના ભવિષ્ય બન્યા કે નહિ તેની જાણકારી મળવી કે આપવી મુશ્કેલ થઇ જાય છે. સિદ્ધુએ પોતાની અંગત જવાબદારી લીધી છે ત્યારે એ નક્કી છે કે તેઓ આ અનાથ બાળકોનું ભવિષ્ય સોનેરી બનાવશે. બની શકે કે આ અનાથ બાળકોમાંથી કોઈ સિદ્ધુની જેમ ક્રિકેટર પણ બની જાય. સિદ્ધુની રાજકીય ટીકા તેમનો વિરોધ પક્ષ ચાહે કેટલી પણ આલોચના કરે પણ તે બધામાં અનાથ બાળકોની પોતાનામાં જવાબદારી લેવાની હિંમત નથી. વિરોધી આવું વિચારી પણ ના શકે પરંતુ સિદ્ધુ પાજીએ વાહે ગુરૂની ફતેહ, વાહે ગુરૂ કા ખાલસાની જેમ કેટલાયના જીવન બનાવવાની જીવનભરની જે જવાબદારી લીધી છે તેનાંથી ફક્ત તેમનું જ નહિ પણ માનવતાનું નામ ઊંચું થઇ ગયું છે.
તેમણે જે રસ્તો બતાવ્યો છે. તે કાબીલે તારીફ તો છે જ પણ ઊંચા-ઊંચા મહેલોમાં રહેતા અને સરકારને કારણે બની ગયેલા ધનવાનો માટે પણ અનુકરણ કરવાનો રસ્તો છે. મોટી મોટી કંપનીઓ સામાજીક જવાબદારીને નામે ખર્ચા કરે છે એવી મોટી મોટી કંપનીઓ જા આ રીતે અનાથ થયેલા બાળકોની પોતીકી જવાબદારી નિભાવે તો કેટલાયે બાળકોનું ભવિષ્ય બની શકે છે. આવી દુર્ઘટના કાંઈ વારવાર તો નથી બનતી એવામાં જા સિદ્ધુનાં બતાવેલ રસ્તા પર ચાલે તો મનને એક શાંતિ પણ મળશે. માની લીધું કે અંધારૂ છે પણ દીવો સળગાવવાની-પ્રકટાવવાની ક્્યાં મનાઈ છે… આવી ફક્ત વાતો કરવાથી તો સારું છે કે હકીકતમાં દીવો પ્રકટાવવામાં આવે અને તોફાનમાં ઘેરાયેલા અનાથ બાળકોને એક નવો રાહ પણ બતાવવામાં આવે. સિદ્ધુ તમે તો મહાન છો યાર..!!
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




