પાંચ વર્ષ પહેલા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલના વિશ્વના સહુથી ઊંચા સ્તેચ્યું ની જાહેરાત કરી , એ સાથે વિવાદ નો પ્રારંભ થયો હતો . હવે તા. ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્ટેચ્યુ નું ઉદઘાટન કરવાના છે . ઉદઘાટન ની તારીખ જાહેર થઇ ત્યારથી વિવાદ વધુ વકર્યો છે . ગુજરાતમાં બે જ પક્ષો ચલણ માં છે , જેથી વિવાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચાલે છે . કોંગ્રેસના નેતાઓ સ્ટેચ્યુ અંગે કંઈ પણ બોલે , તો ભાજપ સ્ટેચ્યુ ના બદલે સરદાર પટેલને વચ્ચે લાવી વિવાદની દિશા જ બદલી નાખે છે .
આ સરદાર વલ્લભભાઈ પટેલ કોના ? ત્યાંથી શરુ થઈને કોંગ્રેસે સરદાર પટેલને કેવો અન્યાય કર્યો તેની વાર્તાઓ અને સામે પક્ષે સંઘ પર સરદાર પટેલે પ્રતિબંધ શા માટે લાદ્યો હતો ની અર્ધ સત્ય સાથેની વાર્તાઓ વહેતી થાય છે . ભાજપ અને કોંગ્રેસની આ આક્ષેપાત્મક વાર્તાઓથી નવી પેઢી સામે જે ખંડિત ઈતિહાસ રજુ થાય છે , તેની કોઈએ ચિંતા કરી નથી .
પ્રગતિનગર ગાર્ડનમાં નિવૃત અધિકારી ત્રિવેદી કાકા એ ખુબજ મહત્વની વાત કરી તેમણે કહ્યું કે ભાજપ સરકાર સરદાર પટેલની સૌથી ઉચી પ્રતિમા દ્વારા સરદાર પટેલનું કદ વધારવા ગયા , પરંતુ બન્યું છે એવું કે સરદાર પટેલની પ્રતિમાનું કદ મોટું થયું , અને સરદાર પટેલનું કદ નાનું કરી નાખ્યું . અત્યારે અસમંજસ ભરી સ્થિતિ છે . વિવાદ શેનો ? સરદાર પટેલની પ્રતિમાનો કે સરદાર પટેલ નો ? બંન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કરતા પહેલાં સરદાર પટેલની ચિંતા કરવી જાઈએ , તેમના વાણી વિલાસથી સરદાર પટેલની વૈશ્વિક શાખને ઘસરકો તો નથી પડતો ને !
આપણે ગુજરાતમાં અને ખાસ કરીને સરદાર સરોવરને વિશ્વના પ્રવાસન સ્થળે વિકસાવવા ના ઉદેશથી સરદાર પટેલની વિશ્વની સહુથી મોટી , ઉંચી પ્રતિમા નું નિર્માણ કર્યું છે . સરદાર પટેલની પ્રતિમા પ્રવાસન હેતુ સાથેનો છે . તેણે સરદાર પટેલના સ્મારક તરીકે જાવું ન જાઈએ . ઉદઘાટન થઇ ગયા પછી કોંગ્રેસ દ્વારા બીજા ઘણા વિવાદોને જન્મ અપાશે . તે નિશ્ચિત છે . ગુજરાતના ગાંધી – સરદારની સાદગી અને કરોડો – અબજા રૂપિયાના સ્ટેચ્યુ થી લઈને સરદાર પટેલના જીવનની વિગતો લઈને કોંગ્રેસને ઘણા મુદ્દા મળવાના છે . ત્યારે આ સ્ટેચ્યુને એક પ્રવાસન ધામ તરીકે જાવાની નજર કેળવવામાં આવે તે જરૂરી છે . સરદાર પર રોજે રોજ થતાં આક્ષેપો અને સરદાર પટેલ ની ગરિમા ને લાંછન લગાડતા વાણી વિલાસ ને રોકવા જાઈએ .
રૂષ્ટપુષ્ટ દેખાતા ગુજરાત ભાજપનીતબિયત સારી નથી
રાજકીય પક્ષની તંદુરસ્તી , સુખ સલામતી ની દ્રષ્ટિએ જાઈએ તો ૨૩ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે . સાડાચાર વર્ષથી તો પંચાયત થી લઈને સંસદ સુધી ભાજપની સત્તાની આણ વર્તે છે . આટલું સુખ તો દેશના કોઈ પક્ષને સાંપડ્યું નથી . ગુજરાતમાં ભાજપના નેતાઓ , કાર્યકરો કોઈને પણ જુઓ તો સુખ સમૃધ્ધિ ના દર્શન ચોક્કસ થાય છે . ભાજપ પક્ષ અને ભાજપ સરકારની પ્રેસનોટ વાંચો તો પણ તેમની તંદુરસ્તી ખુબ સારી હોવાનો અહેસાસ થાય . પરંતુ આટ આટલી સુખ – સાહયબી છતાં ગુજરાત ભાજપની તબિયત સારી નથી એ વાસ્તવિક્તા છે . અત્યારે સંગઠન અને સરકાર બંને ને અસંતોષ નો રોગ લાગુ પડ્યો છે . અસંતોષ સાથે ઈર્ષાની પણ બીમારી બેકાબુ છે . જેથી કોઈ દવા કે ઈલાજ કામ કરતા નથી . ગુજરાત સરકારમાં સીનીયરો અને જુનિયરો ફાઈલમાં નેગેટીવ નોંધ કરીને કામને રોકવાના પ્રયત્નો કરે છે . મુખ્યમંત્રી ના સલાહકાર કોણ છે , એ ખબર નથી . પરંતુ રોજ રોજ કંઇ ને કંઈ નવી જાહેરાત કરવામાં આવે છે . પરંતુ આ જાહેરાતથી પ્રજા ખુશ થશે કે કેમ તેની તપાસ કે સલાહ લેવાતી નથી . ખેડૂત મૃત્યુ પામે તો મોટી રાહત સરકાર આપે તેનાથી ખેડૂત ખુશ નાં થાય . ખેડૂતને જીવતા રહેવા મદદ કરો તો ખુશ થાય . ટેકાના ભાવે ખરીદી ના કૌભાંડો મા કેમ સરકારે સાચા લોકોને સજા ન કરી આ ખેડૂતો જાણે છે . અને તેથી જ ભાજપની તબિયત બગડતી જાય છે . સંગઠનમાં પણ એવું જ છે . જેને મળે છે તેને સતત અને ઘણું મળે છે . જેમને નથી મળતું તેઓ લાખ પ્રયાસ છતાં કશું પામતા નથી . આ ઈર્ષા ભાવ નાં કારણે સંગઠનમાં કોઈ કાર્યક્રમ સફળ થતાં નથી . કે જરૂરી સંખ્યા એકત્ર કરી શકતા નથી . સરકારી કાર્યક્રમ અને સંગઠનના કાર્યક્રમને હવે કાર્યકરો અલગ નજર થી જાવા લાગ્યા છે .
ગુજરાત ભાજપની લથડતી તબિયતથી આપણા નરેન્દ્રભાઈ વધુ ચિંતિત છે . કારણકે ચુંટણી માં તેમણે વધુ મહેનત કરવી પડશે . પરંતુ ભાજપના નેતાઓને આ બીમારીની કોઈ અકસીર દવા હજુ મળી નથી .
સત્તા વિના પણ લડતા કોંગ્રેસના નેતાઓને જાઇને પ્રજા નિરાશ થાય છે
ગુજરાતમાં ૧૯૯૫ થી સત્તા મુક્ત થયેલી કોંગ્રેસ દરેક ચુંટણી વખતે મોટી આશા રાખે છે , પરંતુ સફળતા મળતી નથી લોકો કહે છે કે વિકલ્પ નથી , આ વાત કિયારેક નાં છૂટકે સ્વીકારવી પડે છે . ગુજરાત કોંગ્રેસના નેતાઓ જથ્થાબંધ હોદ્દાઓની વ્યવસ્થા હોવા છતાં હોદ્દાઓ માટે આપસ મા લડતા હોય અને આ લડાઈ પ્રદેશ કાર્યાલયના કાયદો અને વ્યવસ્થાને અસર કરે એટલી ઉગ્ર હોય , તો કદાચ પ્રજા જા કોંગ્રેસને સત્તા સોપે તો શું કરે ? એક નના હોદ્દા માટે ટોળા લઈને હલ્લાબોલ કરતા કોંગ્રેસના નેતાઓ હજુ સત્તા માટે લાયક બન્યા નથી .
કોંગ્રેસના એક નેતાએ આ વાત નો બચાવ કરતા કહ્યું અમારી પાસે સત્તા નથી, તો હોદાથી જ કાર્યકરોને ખુશ કરવાના હોય . અને જા હોદ્દો પણ ન મળે તો નારાજગી જાહેર થાય પણ ખરી . સત્તા મળશે તો હોદ્દા માટે નહિ લડે , હા ત્યારે બોર્ડ – નિગમ માટે લડીશું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


:
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





