ન્યુ દિલ્હી,તા.૨૪
ધ સોલ પીસ પ્રાઈઝ કમિટીએ વડાપ્રધાન મોદીને વર્ષ ૨૦૧૮ના સોલ પીસ પ્રાઈઝ માટે પસંદ કરવામાં આવ્યાં છે. તેમને આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સહયોગમાં વૃદ્ધિ, વૈશ્વિક અર્થતંત્રને વધારવા, કરપ્શન વિરૂદ્ધની લડાઈ અને ભારતની પ્રજા તથા લોકતંત્રની વિકાસમાં દિશામાં પ્રતિબદ્ધતાને કારણે મળ્યો છે.
સોલ પીસ પ્રાઈઝ ૨૦૧૮ની પસંદગી સમિતિના અધ્યક્ષ ચો ચુંગ હૂ મુજબ ૧૨ લોકોના સભ્ય મેમ્બરે મળીને વિશ્વના ૧૦૦ ગ્લોબલ પર્સનમાંથી પીએમ મોદીનું નામ પસંદ કર્યું છે. આ એવોર્ડ મેળવનારા વડાપ્રધાન મોદી ૧૪માં શખ્સ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ એવોર્ડ મળ્યાંની જાહેરાત પોતાના સત્તાવર ટ્વિટર હેન્ડલ પર કરી છે. રવીશ કુમારે ટ્વીટમાં કહ્યું કે, “સોલ પીસ પ્રાઈઝ કલ્ચરલ ફાઉન્ડેશને પીએમ મોદીને અમીરો અને ગરીબો વચ્ચે સામાજિક અને આર્થિક ખાઈને ઘટાડવા માટે મોદીનોમિક્સની પ્રશંસા કરી છે.
સોલ પીસ પ્રાઈઝની શરૂઆત ૧૯૯૦માં સિઓલ ખાતે યોજાયેલાં ૨૪માં ઓલમ્પિક ગેમ્સની સફળતા બાદથી થઈ હતી. આ એવોર્ડ સૌપ્રથમ ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના પૂર્વ ચેરમેન જુઆન એન્ટોનિયોને મળ્યો હતો.
આ એવોર્ડ UNના પૂર્વ સેક્રેટરી જનરલ કોફી અન્નાન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને યુએસના સ્ટેટ જ્યોર્જના પૂર્વ સેક્રેટરી પ્રાટ શુલ્ટ્ઝને પણ મળ્યો છે. આ પહેલાં વડાપ્રધાન મોદીને દિલ્હીમાં આયોજીત એક વિશેષ સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર ચેમ્પિયન્સ ઓફ અર્થ ધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






