મુંબઈ,તા.૨૪
નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે આ વિવાદમાં એક સમાચાર મળી રહ્યા છે. હાલમાં જ તનુશ્રીએ આ વિવાદ પર બોલનાર બોલીવુડ એકટ્રેસ અને ડાન્સર રાખી સાવંત પર ૧૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.
રાખીએ આ વિવાદમાં નાના પાટેકરનો સાથ આપતા કહ્યું હતુ કે ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના શુટિંગ દરમિયાન ડ્રગ્સ લઈને પોતાના વેનીટી વાનામા પડી રહેતી હતી. આ વાત પર તનુશ્રીએ રાખી પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જા કે રાખી પણ ચુપચાપ બેસી રહે તેવી નથી તેણે વળતો જવાબ આપતા તનુશ્રી પર ૫૦ કરોડનો માનહાનિનો કેસ કરશે.
રાખી સાવંતે કÌš હતુ કે તમે કોઇને લોઅર કેસ ન કહી શકો. તનુશ્રીએ મને લોઅર ક્લાસ કહી. હું આ વાતને આમજ છોડીશ નહી હું પણ ૫૦ કરોડનો માનહાનિનો કેસ કરીશ. રાખીએ આગળ કહ્યું કે તનુશ્રી આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ અને બેન્કમાં પૈસા મેળવવા માટે કરી રહી છે. તેમની પાસે પૈસા ન હતા આવતાની સાથે જ લાલ ઓડી કાર કિયાથી આવી? જા હું ખોટી છુ તો મને જેલ મોકલવામાં આવે.
હું આદમી કે મહિલા કોઈનો સપોર્ટ નથી કરતી હું તો ફક્ત સચ્ચાઇનો સપોર્ટ કરૂ છુ. મીટૂ મામલે પોતાનો અભિપ્રાય આપતા રાખીએ કહ્યું કે મીટૂ ખોટી દિશામાં જઈ રહી છે. અસલી ટાર્ગેટથી આ અભિયાન એક પબ્લીસિટી સ્ટંટ બની ગયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






