આધેડ વ્યક્તિએ પેમ્પલેટ છપાવી જાહેર બદનામી કરતા મારામારી

0
55

છ લોકોએ મળી આધેડ વ્યક્તિને ઢોર માર માર્યો
સુરત, તા. ૨૫
મહુવા તાલુકાના ખરવન ગામના કાંદાવાડી ફળીયા ખાતે તમે પેમ્પલેટ છપાવી મારી બદનામી કેમ કરો છો ? તેમ જણાવી છ ઈસમોએ એક આધેડને ઢોર માર મારી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે રાયોટિંગનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના ખરવણ ગામના કાંદાવાડી ફળીયા ખાતે જયંતીભાઈ ભગુભાઈ બ્રાહ્મણીયા રહે છે. ગતરોજ આરોપી મહેન્દ્ર જાષી, હીના જાષી, સંદીપ પટેલ, ધર્મેશ પટેલ, શૈલેષ પટેલ તથા ધર્મેશ ગણપત પટેલ વગેરેઅોએ તેમની પાસે આવ્યા હતા. જેમાં મહેન્દ્ર પટેલે આધેડ જયંતીભાઈને તમે પેમ્પલેટ છપાવી મારી સમાજમાં બદનામી કેમ કરો છો ? તેમ જણાવી છ ઈસમોએ ઢીક મુક્કીનો માર મારી શરીરની પાંસળીઅો તોડી નાંખી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY