ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુને કતારગામ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો
સુરત, તા. ૨૫
ડભોલી રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ બાવાએ ૨૦ વર્ષની એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. કતારગામ પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. ગત બપોરે ૧૨ કલાકે તેની ધરપકડ કર્યા બાદ પોલીસે સાધુ બાવાને કોર્ટમાં રજૂ કરી પાંચ દિસના રિમાંડની માંગણી કરી હતી.
અદાલત સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ ખાતે રહેતી ૨૦ વર્ષની એક યુવતીની માતાના હાથનું અોપરેશન કરવાનું હોવાથી તેણીને રૂપિયાની જરૂર હતી. થોડા સમય પહેલાં જ એક કાર્યક્રમમાં આ યુવતીની અોળખાણ ૨૪ વર્ષીય બોટાદ જિલ્લાના ગઢડા ગામના નિકુંજ ઉર્ફે કરણ સ્વામી બાબુભાઈ સવાણી સાથે થઈ હતી. કિરણ સ્વામી મહારાજ ૨૦૧૨ થી ડભોલીના સ્વામી નારાયણ મંદિરમાં રહેતો હતો. આ સ્વામીએ યુવતીને મદદ કરવાની બાંહેધરી આપી હતી અને એકબીજાના મોબાઈલ ફોન નંબરની આપ લે કરી હતી. છેલ્લા ૧૫ દિવસમાં સ્વામીએ ૧૫ વખત ફોન યુવતીને કર્યા હતા. આ યુવતીને મંદિરમાં બોલાવી અન્ય સાધુ બાવાઅો ન હતા તેવા સ્થળ પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. ભોગ બનનાર યુવતીએ સાધુબાવા નિકુંજ સ્વામી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોîધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ગુરૂવારે બપોરે તેને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાંડની માંગણી પણ કરી હતી. જાકે, પોલીસ આરોપીનું મેડીકલ પમ કરાવી લીધું હોવાનું જણાવ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





