ગાંધીનગર,તા.૨૫
થોડા મહિનાઓ પહેલા રુબેલાની રસી મુકાવનારા કેટલાક બાળકોના મોત થયાની ઘટના બની હતી. જેના પગલે માતા-પિતામાં ફફડાટ ફેલાયો હતો. આવી જ એક ઘટના ગાંધીનગરમાં બનવા પામી છે. જેમાં ૨ માસની દીકરીને પંચગુણીની રસી મુકાવ્યા પછી તેનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આરોપ છે.
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના સેક્ટર ૨૦માં મજૂરી કામ કરતા અને છાપરામાં રહેતા પરિવારે પોતાની બે માસની દીકરીને બુધવારે બપોરે ૧૨ વગ્યાના અસરામાં પંચગુણી રસી મુકાવી હતી.
કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા બુધવારે રસીકરણ કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે આ બે માસની બાળકીને પણ પંચગુણીની સરી આપવામાં આવી હતી. જાકે, સરી આપ્યા બાદ થોડા કલાકો પછી તેનું મોત નીપજ્યું હતું.
પરિવારનો આક્ષેપ છે કે કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા પંચગુણીની મુકિયા પછી તેમની બે માસની બાળકીનું મોત નીપજ્યું છે. બીજી તરફ ઘટનાના પગલે મહાપાલિકાની આરોગ્ય ટીમ પરિવારના નિવાસ્થાને પહોંચી હતી. અને બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી.
આરોગ્ય ટીમ દ્વારા પરિવારને બાળકીનું પીએમ કરવાનાની કહ્યું હતું જાકે, આમ છતાં પરિવારે બાળકીનું પીએમ કરવાનો ઇન્કાર કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





