મુંબઈ,તા.૨૫
મહારાષ્ટ્રમાં ફરી એકવાર મરાઠી વિરુદ્ધ ઉત્તર ભારતીયોનો મામલો સામે આવ્યો છે. શિવસેનાના કાર્યકર્તાઓ પર ઉત્તર ભારતીય યુવકને મારમારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં વિશાલ પાંડે નામનો યુવક શિવસેનાના કાર્યકર્તાઓની ગુંડાગીરીનો ભોગ બન્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. વિશાલના પરિવારનો આરોપ છે કે ભોજન માટેનો સ્ટોલ લગાવવા પર શિવસેનાના કાર્યકર્તાઓએ તેને માર માર્યો હતો.
શિવસેનાના કાર્યકર્તાઓની આ ગુંડાગીરી સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ છે. વિશાલની બહેનનું કહેવું છે કે તેઓ કહે છે કે આ તેમની જગ્યા છે. અહીં તેનો ભાઈ સ્ટોલ લગાવી શકે નહીં. આ ભૈયા લોકોની જગ્યા નથી. આ શિવસેનાની જગ્યા છે. મરાઠી લોકોની જગ્યા છે. સ્ટોલ લગાવ્યો છે. તેના માટે તમે આટલું મારશો? દોઢસો લોકો મળીને બે છોકરાઓને મારશો ? શિવસેનાના કાર્યકર્તાઓની ખુલ્લેઆમ દાદાગીરી વિરુદ્ધ દાદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ પરિવારનો આરોપ છે કે પોલીસ તરફથી વ્યાજબી કાર્યવાહી થઈ રહી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



