લોકગાયિકા કિંજલ દવે પર ગરબા દરમ્યાન હુમલાનો પ્રયાસ

0
17

ગાંધીનગર,તા.૨૫
ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે પર હુમલાના પ્રયાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોના આધારે કિંજલ દવે ગરબાના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી. જ્યાં અગમ્ય કારણોસર કેટલાક યુવાનો ઉશ્કેરાઈને ચાલુ ગરબે સ્ટેજ પર ચઢી આવ્યા હતા અને કિંજલ દવેને મારવાની કોશિશ કરી હતી. બાઉંસરો વચ્ચે પડતા મામલો ઠાલે પડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે ૨૩મી ઓક્ટોબરે આબુની એક ખાનગી રિસોર્ટ ખાતે ગરબાનું આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં કિંજલ દવે ગરબા ગાવા ગઈ હતી. આ દરમિયાન કેટલાક યુવાનો સ્ટેજ પર ચઢીને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી ગુજરાતી લોકસંગીતને જીવંત રાખવાનો પ્રયાસ કરતી તેમજ પોતાના મધૂર કંઠ અને અદાથી ગુજરાત ભરમાં જાણીતી કિંજલ દવે પર હુમલાનો પ્રયાસ ખુબ જ નિંદનીય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY