ન્યુ દિલ્હી,તા.૨૫
નિષેધ સંશોધન કાયદા અંતર્ગત આયકર વિભાગએ રાજદ સુપ્રીમોની મોટી દીકરી મીસા ભારતી અને તેના પતિ શૈલેષ કુમારની દિલ્હી સ્થિત સૈનિક ફાર્મ નામની સંપત્તિને જપ્ત કરી છે. સૈનિક ફાર્મા એક શેલ કંપની કેએચકે હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડના નામ પર ૧૫ કરોડમાં ખરીદવામાં આવી હતી.
આયકર વિભાગના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના પરીવાર સભ્યો તેમની પટના અને દિલ્હીના પોશ વિસ્તારમાં આવેલી તેમની મિલકતો ગુમાવી શકે છે.
નિષેધ સંશોધન કાયદા હેઠળ ઈન્કમ ટેક્સ વિભાગએ ૧૭ પ્રોપર્ટીને તાત્કાલિક ધોરણે જપ્ત કરવાની પુષ્ટિ કરી છે. આ સંપત્તિની કુલ કિંમત ૧૨૮ કરોડ રુપિયા છે. જપ્ત કરેલી સંપત્તિમાં લાલૂ યાદવના સંબંધીઓએ શેલ કંપનીની મદદથી યૂપીએ શાસન કાળ દરમિયાન લાલૂ જ્યારે રેલમંત્રી હતા ત્યારે ખરીદી હતી. ત્યારપછી આ સંપત્તિઓને લાલૂ, તેની પત્ની રાબડી, તેના દીકરા ને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ દીકરી ચંદા, મીસા અને રાગિણી તેમજ જમાઈ શૈલેશ કુમારના નામે ટ્રાંસફર કરી દેવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



