મુંબઈ,તા.૨૫
આમિર ખાન, અમિતાભ બચ્ચન અને કેટરીના કૈફ સ્ટારર ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’નું ટ્રેલર અને પ્રથમ સોંગ દર્શકોને ખુબ જ પસંદ આવ્યુ હતું. હવે આ ફિલ્મના બીજા સોંગ ‘સુરૈયા’નું ટિઝર રિલીઝ થઇ ગયુ છે. જેમા કેટરીના કેફ ખુબ જ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે. તો ત્યાં જ આમિર કાન ફિરંગી ડ્રેસઅપ કરેલ છે.
તમને જણાવી દઇએ કે, ‘સુરૈય્યા’ સોંગને અજય-અતુલે કમ્પોઝ કર્યુ છે. તેના લિરિક્સ અમિત ભટ્ટાચાર્યાના છે. આ ગીતને વિશાલ દદલાની અને શ્રેયા ઘોષાલે પોતાનો સ્વર આપ્યો છે.
સુરૈયા ગીતના ટિઝરમા કેટરીના હંમેશા માફક ખુબ જ સારો ડાન્સ કરતી નજર આવી રહી છે. તેની અદાઓ જબરદસ્ત છે. ત્યાં જ આમિર ખાન તેની અદાઓ પર મોહિત થઇ રહ્યો છે. ટિઝરની શરૂઆતમાં કેટરીના કેફ એક શાયરી સંભળાવે છે.”દિલ થામીએગા હુજૂર કભી-કભી હમારી અદા દેખકર લોગ અપની જાન ગવાં બેઠતે હૈ.”
તમને જણાવી દઇએ કે, ‘સુરૈયા’ પહેલા આ ફિલ્મનું એક સોંગ ‘વાશ્મલ્લે’ રિલીઝ થઇ ચુકવ્યું છે. ફિલ્મ દિવાળીના અવસરે ૮ નવેમ્બરે રિલીઝ થશે. ઠગ્સ ઓફ હિંદુસ્તાન ત્રણ ભાષાઓમાં રિલીઝ થશે. હિંદી સાથે જ ફિલ્મ તમિલ અને તેલુગૂમાં પણ ડબ કરવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







