જિલ્લા માહિતી કચેરી,નડિયાદ,
નવોદિત ગ્રાહક સુરક્ષા મંડળ, નડિયાદ દ્વારા સાક્ષરભૂમિ નડિયાદમાં વિશ્ર્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણીના ભાગરૂપે ગ્રાહક શિબીરનું આયોજન કરવામાં આવ્યુંિ હતું. રોકાણકારો એ ગ્રાહક છે જ. રોકાણકારની જાગૃતિના હેતુસર નવોદિત ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સેબીના સહયોગથી શિબીરનું આયોજન કરવામાં આવેલ છે તેમ નવોદિત ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી મહેશભાઇ બી દવેએ જણાવી સૌને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં પીપલગ કેળવણી મંડળના પ્રમુખ શ્રી જગદીશભાઇ ડી. પટેલ મુખ્ય મહેમાન પદેથી જણાવ્યું હતું કે, સરકારે ગ્રાહકોના રક્ષણ માટે ખૂબ જ સરસ કાર્યક્રમો અને નિયમો કરેલ છે. પંરતુ ગ્રાહકોએ પોતાના હકકો પ્રત્યેક સભાનતા કેળવવી પડશે. ગ્રાહકોમાં જાગૃકતા લાવવા માટે આવા મંડળો ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહયા છે. જયારે વકતા તરીકે મદદનીશ નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન નિયંત્રક કચેરીના શ્રી એમ.એસ.સોલંકીએ તેઓના ખાતા દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃીત છણાવટ કરી હતી. મફત કાનૂની સેવા સમિતિના સેક્રેટરી અને મેજીસ્ટ્રેાટશ્રી પી.એસ.સિંધી કાયદામાં ગ્રાહકોના હકકો અને રક્ષણની વિગતવાર માહિતી આપી મફત કાનૂની સહાય કેન્દ્રો નો લાભ લેવા અને મુલાકાત લેવા જણાવ્યુંણ હતું. તેઓશ્રીએ કાયદાની વિવિધ કલમોની પણ વિસ્તૃતત માહિતી આપી હતી. નિવૃત આચાર્ય શ્રી ઘૂળાભાઇ એસ પટેલ દ્વારા બજારમાં આચરવામાં આવતી ગેરરીતીઓની અને તેની સામે લેવાની તકેદારીની જાણકારી આપી હતી. સામાજીક કાર્યક્રર શ્રી અબ્દુવલરશીદ જી શેખ દ્વારા શિક્ષિત રોકાણકારએ જાગૃત રોકાણકાર છે તેમ જણાવી સેબી અને શેર બજારની શરૂઆતથી લઇ અત્યા્ર સુધીની તમામ બાબતોની વિગતવાર માહિતી આપી રોકાણકારોની ફરીયાદોના નિરાકરણ કેવી રીતે થાય છે તે જણાવ્યું હતું તથા ડીમેટ એકાઉન્ટા અને ડીપોઝીટરી અંગેની સમજ આપવામાં આવી હતી. રોકાણકારો એ ગ્રાહક છે જ. તેમના હિતોનું રક્ષણ તથા રોકાણકારોમાં જાગૃતિના કાર્યક્રમ થાય તે હેતુસર સિકયુરીટી એકસચેન્જી બોર્ડ ઓફ ઇન્ડીોયા, મુંબઇ તરફથી માન્યોતા મળેલ છે. માન્યહતા ઓકટો-૨૦૧૬માં મળેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રીશ્રી દિલીપકુમાર આર પટેલ દ્વારા કરવામાં આવ્યુંછ હતું. તેઓશ્રીએ મંડળ વિશે જણાવ્યું હતું કે, ટ્રસ્ટમ એકટ અને સોસાયટી રજીસ્ટ્રેીશન હેઠળ નોંધાયેલ બિન સરકારી, બિન રાજકીય સ્વૈતચ્છિવક ગ્રાહક સંગઠન તરીકે કાર્ય કરી રહેલ છે. ગ્રાહક સુરક્ષા ધારો ૧૯૮૬ ગ્રાહકોના વિશાળ હિતોને ધ્યા નમાં રાખી ભારત સરકાર દ્વારા અમલી બન્યોી છે. ૨૪ ડિસેમ્બધર રાષ્ટ્રીરય ગ્રાહક દિવસ તરીકે ઉજવાય છે. જયારે ૧૫મી માર્ચને વિશ્ર્વ ગ્રાહક અધિકાર દિન તરીકે વિશ્ર્વભરમાં ઉજવવામાં આવે છે. ૧૯૯૬માં ગ્રાહકોને શિક્ષિત કરવાના શુભ આશય સાથે મંડળનું મુખપત્ર નવોદિત ગ્રાહક શરૂ થયુ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"