હરીપુરા કળજુગ મહોલ્લામાં દિવાલનો પોપડો પડતા ફાયરને જાણ કરાઈ

0
287

સ્થળ પર પહોચેલા ફાયર બ્રિગેડને ઘટના સામાન્ય હોવાથી ખબર પડી
સુરત, તા. ૨૭
આજે સવારે પોણા અગિયાર વાગ્યાના સુમારે હરીપુરા કળજુગ મહોલ્લામાં દિવાલનો પોપડો તૂટી પડતા બે લોકો દબાયા હોવાનો મેસેજ મળતા તાત્કાલિક ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કોઈને કાંઈ ઇજા થઈ ન હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે હરીપુરા કળજુગ મહોલ્લામાં જૂના ર્જ્જરિત મકાનની દિવાલનો પોપડો તૂટી પડયો હોવાનો અને બે લોકો દબાયા હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર અોફિસર મહેશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા જૂના મકાનની દિવાલનું પોપડું પડયું હતું, પરંતુ કોઈને કાંઈ ઈજા થઈ ન હતી. ર્જ્જરિત મકાનમાં રહેતી બે મહોલ્લા અને બે છોછકરીઅો સુરક્ષિત હતી. ખોટો મેસેજ કરનાર યુવકને ફાયર સ્ટાફે કાનૂની કાર્યવાહીની વાત કરતા તે ગભરાઈ ગયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY