પરિણિતીએ ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સિક્વલ છોડી દીધી..!!

0
34

મુંબઈ,તા.૨૭
હિટ ફિલ્મ માટે તરસતા અભિનેતા અભિષેક બચ્ચને અનુરાગ બસુની ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલનુ શૂટિંગ શરૃ કર્યું હોવાની સાથોસાથ એવી જાણકારી પણ મળી હતી કે ઓરિજિનલ ફિલ્મની હીરોઇન પરિણિતી ચોપરાએ સિક્વલ છોડી દીધી હતી.
એ માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે પરિણિતી ડાયરેક્ટરને જાઇતી સળંગ તારીખો ફાળવી શકે એેમ નહોતી એટલે એણે આ સિક્વલ જતી કરવી પડી હતી. બાકી એને સ્ક્રીપ્ટ અને રોલ બંને ગમ્યાં હતાં.
હાલ પરિણિતી બે ફિલ્મો કરી રહી છે- કરણ જાહરની અક્ષય કુમારને મુખ્ય રોલમાં ચમકાવતી કેસરી અને જબરિયા જાડી. યોગ્ય મૂરતિયાની ખેંચના પગલે બિહારના કેટલાક વિસ્તારમાં મૂરતિયાના થતા અપહરણની કથા જબરિયા જાડી ફિલ્મમાં લેવામાં આવી છે.
તમને યાદ હોય તો આ વર્ષના આરંભે કેસરીના મહારાષ્ટ્રના સેટ પર મોટી આગ લાગવાથી આખો સેટ બળી ગયો હતો પરિણામે ફિલ્મનું શૂટિંગ અધવચ અટકી પડયું હતું. એ અટકેલો હિસ્સો કરણ જાહર હવે શરૃ કરવા માગે છે જેથી ફિલ્મ સમયસર પૂરી કરીને રજૂ કરી શકાય. એ ફિલ્મ પહેલાં સ્વીકારી હોવાથી પરિણિતીએ એ પહેલાં પૂરી કરવી પડે એ સ્વાભાવિક હકીકત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY