ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો

0
5

ન્યુ દિલ્હી,તા.૩૦
ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનાં ઘરે આનંદ છવાયો છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક હવે પિતા બની ગયો છે. આ વાતની જાણકારી તેણે ટિવટ કરીને આપી હતી. તો ફરાહ ખાને પણ સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝા મા બની હોવાનાં સમાચાર આપ્યા છે. સાનિયાએ દીકરાને જન્મ આપ્યો છે. બોલીવુડ ફિલ્મ મેકર ફરાહ ખાને આની જાહેરાત કરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતની જાહેરાત કરી છે. ફરાહ ખાને એક એનિમેટેડ તસવીર શેર કરી છે જેમાં લખી છે, ‘મ્ટ્ઠહ્વઅ સ્ડિટ્ઠ સ્ટ્ઠઙ્મૈ જ ૐીિી.’ આ તસવીર પર ફરાહનું પણ એનિમેશન છે જેમાં લખવામાં આવ્યું છે, ‘હું માસી બની ગઈ.’
ફરાહે તસવીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘ફાઇનલી લાંબા સમય બાદ ઘણા સારા સમાચાર આવ્યા છે. શુભકામનાઓ સાનિયા મિર્ઝા, શોએબ મલિક.’ ફરાહ અને સાનિયા મિર્ઝા પણ ઘણી જગ્યાએ એક સાથે જાવા મળી ચુકી છે. પિતા બનેલા શોએબ મલિકે આ વાતની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે, ‘ઘણાં જ ઉત્સાહ સાથે જણાવી રહ્યો છું કે દીકરો થયો છે.’
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સાનિયા ઘણી જ જલ્દી કોર્ટ પર પુનરાગમન કરવા ઇચ્છે છે. તેણે કહ્યું કે તે ૨૦૨૦નાં ટાકિયો આૅલંપિક્સમાં રમવાનો પ્લાન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સાનિયાએ ૨૦૦૯માં બાળપણનાં મિત્ર સોહરાબ સાથે સગાઈ કરી હતી. જા કે બંનેનાં લગ્ન નહોતા થયા અને પછી ૨૦૧૦માં સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરી લીધા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY