કેવડીયા,તા.૩૦
ભારતના લોહ પુરુષ સરદાર વંભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું કેવડિયા ખાતે નિમાર્ણ સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રીર્પણ કરનાર છે. જે આમ નાગરિકો માટે ૧લી નવેમ્બર-૨૦૧૮થી ખુંં મૂકવામાં આવશે, એમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિમાર્ણ કરાયું છે. આ પ્રવાસન સ્થળની સહેલીણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વંભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (એસવીપીઆરઈટી) દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે.
પ્રવાસીઓ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી શકશે. આ બુકીગ તા.૨૭ ઓકટોબરથી શરુ કરવામાં આવશે. મોબાઈલ એપ્લીકેશન ટૂંક સમયમાં કાર્યરત કરાશે. ઉપરાંત પ્રવાસીઓ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી અને શ્રેષ્ઠ ભારત ભવનથી પણ ટિકિટ મેળવી શકશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





