ભરૂચ માં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે પાર્ક કરેલ વાહનો ની ડેકી ખોલી ચોરી કરતો એક ઈસમ ને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો

0
138

ભરૂચ:
ભરૂચ ના મકતમપુર વિસ્તાર માં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં છેલ્લાં કેટલાંય સમય થી દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની ગાડીઓ માંથી ચોરીઓ થતી હોવાની ફરિયાદ ઉઠી હતી.જેને ધ્યાનમાં લઈને ભરૂચ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટીઓ દ્રારા મંદિરમાં અને આજુબાજુના મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દીધા હતાં.જેમાં ગતરોજ સાંજના મંગળવાર હોઈ મંદિરે દર્શનાર્થીઓની ભીડ વધારે હોઈ ટ્રસ્ટીઓ દ્રારા વોચ રખતાં એક ઈસમ કે જે પાર્ક કરેલ વાહનો પાસે અલગ અલગ ગાડીની ડીકી ખોલી હિલ ચાલ કરતો હોઈ ટ્રસ્ટીઓ દ્રારા તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.જેણે તેનું નામ બાવડી વિસ્તારમાં રહેતા એઝાંઝ ગુલામ મલેક જણાવેલ હતું.જેની જાણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે કરતાં પોલીસે આવી આરોપીને પકડી ગુનો નોંધી વધું તાપસ હાથ ધરી છે.જો દરેક મંદિર,સંસ્થાઓ ના લોકો આવીજ રીતે જાગૃત બનીને કામગીરી કરશે તો આવી ચોરી થતી ખરે ખર અટકશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY