અમદાવાદ,તા.૩૦
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરવાના છે. તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈ ઢ+ સિક્્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આદિવાસી સમુદાય દક્ષિણ ગુજરાત બંધનું તેમજ પ્રતિકાત્મક વિરોધનું એલાન કર્યુ છે. જેને હવે અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સમર્થન આપ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ૩૧મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કારણે હજારો આદિવાસીઓને નુકસાન થયુ હોવાનો દાવો કરતા જિજ્ઞેશ મેવાણીએ દક્ષિણ ગુજરાત બંધને સમર્થન આપીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બીજી તરફ પોલીસ કોઈપણ વિરોધ પ્રદર્શન કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં અડચણ ઉભી કરનાર તમામ સામે કડક હાથ લેવા અગાઉથી એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





