ઝારખંડમાં નક્સલીઓનો આતંક : પત્રકારનું અપહરણ કર્યા બાદ કરપીણ હત્યા કરી

0
8

રાંચી,તા.૩૦
ઝારખંડના ચતરા જદિલ્લામાં એક અખબારના પત્રકાર ચંદન તિવારીનું અપહરણ કરીને જંગલમાં માર મારીને તેની કરપીણ હત્યા કરવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બલથરવા ગામ નજીકથી પત્રકાર ચંદન તિવારીની લાશ મળી આવી હતી.
ચંદન પત્થલગડ્ડા પોલીસ સ્ટેશન વિસ્તારના દૂમ્બી ગામનો વતની હતા. તે મજૂર નેતા રઘુવર તિવારીના પુત્ર હતા. ચંદન તિવારી મંગળવારે રાત્રે આઠ વાગ્યે પત્થલગડ્ડા ચોક પર જાવા મળ્યા હતા. અહીંથી કેટલાક લોકોએ તેમનું બાઈક પર અપહરણ કર્યું હતું. અપહરણની માહિતી મળ્યા બાદ પોલીસ અને તેમના પરિવારજનો રાત્રે જંગલમાં શોધખોળ માટે નીકળ્યા હતા.
ચંદન તિવારી સિમરિયા બલ્થર જંગલમાં તે ઈજાગ્રસ્ત પરિસ્થિતિમાં મળી આવ્યા હતા. તેમને સિમરિયા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને તબીબોએ મૃત ઘોષિત કર્યા હતા. ચંદનની લાશ પર ગંભીર ઈજાના નિશાનો મળી આવ્યા હતા.
સિમરિયાના નક્સલી સંગઠન ટીએસપીસીના સુપ્રીમો બ્રજેશ ગંઝૂ પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પત્રકાર ચંદન તિવારીને નક્સલ વિરોધી અહેવાલો પ્રકાશિત કરવાને કારણે ધમકીઓ મળી રહી હતી. આ મામલાની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે. હત્યારાઓ પર કડક કાર્યવાહીની ચતરાના એસપી અખિલેશ બરિયારે આપી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY