વિષ્ણુ અને મીનાક્ષી એડવેન્ચર ટ્રાવેલના શોખીન હતા, શોખે જ લીધો તેમનો જીવ અમેરિકામાં ૮૦૦ ફૂટ ઊંચાઈ પરથી પટકાતા ભારતીય મૂળનું કપલ મોતને ભેટ્યું

0
11

ન્યૂયોર્ક,તા.૩૦
કેલિફોર્નિયા સ્થિત યોસેમાઈટ નેશનલ પાર્કમાં ૮૦૦ ફૂટની ઊંચાઈ પરથી પટકાતા એક ભારતીય મૂળના કપલનું કમકમાટીભર્યું મોત થયું હતું. બન્નેની લાશ પાર્કના વિખ્યાત ટુરિસ્ટ સ્પોપ ટાફ્ટ પોઇન્ટ નીચેથી મળી આવી હતી. વિષ્ણુ વિશ્વનાથ (૨૯) અને મીનાક્ષી મૂર્તિ (૩૦) સેન ફ્રાન્સિસ્કો રહેતા હતા. વિષ્ણુ સેન જાસમાં સિસ્કો કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર હતો. આ યુગલને એડવેન્ચર ડ્રાવેલનો ભારે શોખ હતો. વિષ્ણુ પોતે જે સ્થળની મુલાકાત લેતો તેની માહિતી ‘હોલિડે એન્ડ હેપ્પીલીએવરઆફ્ટર’ બ્લોગમાં જણાવતો હતો. બન્નેની લાશની ઓળખ સોમવારે થઈ હતી. પ્રવાસીઓએ લાશ જાઈને અધિકારીઓને જાણ કરી હતી.
યોસેમાઇટ નેશનલ પાર્ક આવતા વિશ્વભરના પ્રવાસીઓ ટાફ્ટ પોઇન્ટ પર જ ફોટો ક્લિક કરાવતા હોય છે. ટાફ્ટ પોઇન્ટ નીચે ઊંડી ખીણ આવેલી છે. વિષ્ણુ અને મીનાક્ષીની લાશ બહાર કાઢવા માટે પાર્ક રેન્જર્સને ઘણી મુશ્કેલી પડી હતી. કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલિંગના હેલિકોપ્ટની મદદ પણ લેવાઈ હતી.
વિષ્ણુ અને મીનાક્ષીના લગ્ન ૨૦૧૪માં થયા હતા. બન્ને સોફ્ટવેર એન્જિનિયર હતા. યુગલ એડવેન્ચરનું શોખીન હતું. વિષ્ણુ કોલોરાડોના ગ્રાન્ડ કેનયનના ટોપ પર પણ તસવીરો ખેંચાવી હતી જે તેણે એફબી કવર ફોટો તરીકે રાખ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY