રન ફોર યુનિટીઃ સરદાર પટેલને પુષ્પાંજલિ આપવા ૩૦ હજાર રાજકોટીયન્સ દોડશે

0
7

રાજકોટ,તા.૩૦
કેવડિયા ગામ નજીક સાધુ બેટ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વડાપ્રધાન ૩૧ ઓક્ટોબરે લોકાર્પણ કરશે, ત્યારે રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થાય તે માટે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે ૩૦ હજારથી વધુ રાજકોટીયન દોડશે. રેસકોર્સ રિંગરોડ ફરતે ૨.૭ કિ.મી.ની આ દોડ રાજ્યની સૌથી મોટી રન ફોર યુનિટી બની રહેવાનો તંત્રનો દાવો છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર અને રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ ઓક્ટોબરે સાંજે ૫ઃ૩૦ કલાકે રેસકોર્સ ખાતે પોલીસ હેડ ક્વાર્ટરથી રન ફોર યુનિટીનું આયોજન કરાયું છે. આ રન ફોર યુનિટી અંતર્ગત યોજાનાર દોડનો રૂટ સરદાર પટેલ સ્ટેચ્યૂ બહુમાળી ભવન ખાતેથી શરૂ કરી રેસકોર્સ રિંગરોડ ફરતે રહેશે તેમજ મનપા મેયર અને મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.
રન ફોર યુનિટીમાં ૩૦ હજારથી વધુ લોકોને એક સાથે દોડાવવા માટે સ્કૂલ કોલેજની મદદ લેવામાં આવી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો સાથેની બેઠકમાં રન ફોર યુનિટીમાં સંખ્યા એકત્ર કરવા માટે સ્કૂલ કોલેજાને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જેના કારણે સૌથી વધુ વિદ્યાર્થીઓ દોડતા જાવા મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY