વલસાડ જિલ્લાના ઉંટડી લોક વિદ્યાલય ખાતે જિલ્લાની પ્રથમ ટીન્‍કરીંગ લેબનો શુભારંભ કરાવતા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી :

0
74

 

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ તાલુકાની ઉંટડી વિભાગ કેળવણી મંડળ તથા દેસાઇ ફાઉન્‍ડેશન સંચાલિત લોકવિદ્યાલય ખાતે નીતિ આયોગના સહયોગ વડે તૈયાર થયેલી ટીન્‍કરીંગ લેબનો શુભારંભ કરાવી, જ્ઞાનની ઉપાસના કેન્‍દ્રમાં બાળકોમાં રહેલી શકિતઓને નવું શોધવાની દિશામાં મળેલી તક ઝડપીને સર્જનાત્‍મક શકિતનો પરિચય આપવા વિદ્યાર્થીઓને આહ્‌વાન કર્યું હતું. મુખ્‍યમંત્રીએ લેબમાં બાળકો સાથે વિસ્‍તૃત વિચાર-વિમર્શ પણ કર્યો હતો. 

મુખ્‍યમંત્રીશ્રીએ દેસાઇ ફાઉન્‍ડેશનના સહયોગ વડે સેનેટરી નેપકીન ઉત્‍પાદન કેન્‍દ્રનો પ્રારંભ કરાવી, અદ્યતન મશિનનું પણ લોકાર્પણ કર્યું હતું. બહેનોને ઘરઆંગણે રોજગારીના અવસરને મુખ્‍યમંત્રીશ્રીએ બિરદાવ્‍યો હતો. રાજય આદિજાતિ મંત્રી શ્રી રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મણીલાલ પટેલ, વલસાડ ધારાસભ્‍ય શ્રી ભરતભાઇ પટેલ, પારડી ધારાસભ્‍ય શ્રી કનુભાઇ દેસાઇ, ધરમપુર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઇ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ૨૮૬ જેટલા ખેડૂતોની ૧૯૦૦ હેકટર જમીન સરીગામ જી.આઇ.ડી.સી. માટે વર્ષો પહેલા સંપાદન થયેલી જમીન, પુનઃ ખેડૂતોને મળે તે માટે મુખ્‍યમંત્રીશ્રીએ મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. આ જમીનધારક ખેડૂતોએ મુખ્‍યમંત્રીશ્રીનું શાલ ઓઢાડીને અભિવાદન કરી, ઋણ અદા કર્યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, વિજ્ઞાન થકી દેશની પ્રગતિ થઇ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું સ્‍વપ્‍ન છે, ૨૦૨૦ સુધી દેશમાં પાંચ હજાર શાળાઓમાં ટીન્‍કરીંગ લેબ મળે. ગુજરાતને ૨પ૦ લેબ મળી છે. જેમાં આ લેબનો પણ સમાવેશ થાય છે. આ લેબ દ્વારા બાળકો પોતાના વિચારો વ્‍યકત કરે, નવુ સંશોધન કરી, માનવતાના કાર્યમાં ભાગીદાર બને. જેમાં દેશ કલ્‍યાણની ભાવના સાથે માનવ કલ્‍યાણની ભાવના કેન્‍દ્ર સ્‍થાને હોય. ભવિષ્‍યની પેઢીને એ દિશા તરફ લઇ જવી છે. ટેકનોલોજીયુકત સવલત મળે એ માટે સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

સેનેટરી (આસાની) પ્રોજેકટ થકી મહિલાઓના સશકિતકરણ અને તેમના આરોગ્‍યની ચિંતા સમાજ અને સરકારે કરી છે. મહિલાઓને ઘરઆંગણે રોજગારીનો અવસર મળ્‍યો છે. ગુજરાતમાં આવા અત્‍યાધુનિક સેનેટરી મશિનો મુકાય, અલગ અલગ ગામોમાં રોજગારીનું નિર્માણ થાય એવી શુભકામના મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કરી હતી.

સુજલામ સુફલામ જળસંચય અભિયાનની સફળતા માટે ગુજરાતને જનતાને મુખ્‍યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાત પાણીદાર બને એ માટે જનશકિતનો સૈલાબ આ કાર્યક્રમમાં જોતરાયો હતો. ૧૩ હજાર લાખ ઘનફુટ જળ સંગ્રહશકિતની ક્ષમતામાં વધારો થયો છે. ભવિષ્‍યની પેઢીને દુષ્‍કાળના ઓછાયા ન પડે એ દિશામાં આવકારદાયક પગલું લીધું છે.

સંસ્‍થા દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પની મુખ્‍યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.કલેકટર શ્રી સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, દાતાઓ, ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા પરિવાર, ગામજનો મોટી સંખ્‍યામાં કાર્યક્રમમાં જોડાયા હતા.

સંસ્‍થાના પ્રમુખ કમલેશભાઇ દેસાઇએ સૌને આવકારી, સંસ્‍થાકીય પરિચય આપ્‍યો હતો. સંસ્‍થાના મંત્રી વિક્રમભાઇ દેસાઇએ સૌનો આભાર વ્‍યકત કર્યો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY