સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિરોધ ની લડત ચલાવતા આદિવાસીઓ ની ધરપકડ
ડેડીયાપાડા માં 16 વ્યક્તિઓને સ્ટેચ્યુ કાર્યક્રમ માં વિરોધ ન કરે એ માટે અગાઉ થી ડિટેઇન કરી અજ્ઞાત સ્થળે લઈ જવાયા ઠેર ઠેર થી ધરપકડ નો દોર શરુ
નર્મદા જિલ્લા માં સ્ટેચ્યુ ના વિરોધ કરતા ઘણા આદિવાસીઓ ને ડિટેઇન કર્યા હોવાનું ચર્ચામાં છે ત્યારે ઘણા આદિવાસી આગેવાનો ગુપ્ત સ્થળે ખસી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે
આદિવાસી સમાજ માટે સમાજનાં પ્રશ્નોને લઇને લડત ચલાવતા લોકો ની ધરપકડ કરાં આવી
રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનીટીને લઈને તેનો સખત વિરોધ થઈ રહ્યો છે ત્યારે અને નર્મદા બંધ ના એલાન ને લઈને સમાજના કાર્યકર્તા એવા ભારત્તીય ટ્રાયબલ પાર્ટી ,કિસાન મજદુર સંઘના પ્રમુખ (ગુજરાત પ્રદેશ) ચૈતરભાઈ વસાવા , મહેશભાઇ ગેબુ બીટીપીના પ્રમુખ તથા ધર્મેશભાઇ ,મહેંન્દ્રભાઈ અમરસીંગભાઈ,ચંદ્રસિગભાઇ,ગણેશભાઈ જેવા અનેક કાર્યકર્તાને સ્ટેચ્યુ ના લોકાર્પણ ના આગલે દિવસે પોલીસ દ્રારા ઘરપકડ કરવામાં આવી
આદીવાસી સમાજ માટે સ્ટેચ્યુ ઓફ યુનીટી નાં લીધે સમાજને કોઈ પણ ફાયદો થવાનો નથી ,આદિવાસી ને નથી રોજગારી મળવાની, અને નથી ડેમનું પાણી મળતું, આદીવાસીના હાક્કો અને જમીનો છીનવી લેવામાં આવી છે. જેનો આદીવાસી સમાજ ખૂબ વિરોધ કરે છે.પોસ્ટરો સાથે બિરસા મુંડા ને જોડ્વામાં આવેલ છે.પણ આદીવાસી સમાજ ના લોકો તમને માફ નહી કરે એમ આદિવાસી આગેવાનો એ જણાવ્યું હતું નજીકના સ્થાનિક નેતાઓને પણ સમાજ માટે કઈ પરવા નથી.જે આદિવાસી સમાજ માટે સમાજનાં પ્રશ્નોને લઇને લડે છે તેનીજ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે.તો સમસ્ત આદીવાસી સમાજ જાગૃત થવાની જરૂર છે .અને જે સમાજ માટે લડે છે તેને સમગ્ર સમાજ સાથ સહકાર આપે એમ પણ આદિવાસી આગેવાનો એ જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




