તંત્રની ખુલી પોલઃ હાઉસિંગ બોર્ડના મકાનમાં પાણીની ટાંકી તૂટી પડી

0
7

અમદાવાદ,તા.૩૧
ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ફરી એકવાર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં આવેલા નારણપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાનોમાં તત્રની પોલ છતી થઈ છે. કેમ કે, પાણીની ટાંકી તૂટી પડતા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક સુધી અસર વર્તાઈ પહોચી છે. જાકે માનવ વસવાટમાં તકેદારીના પગલે જાનહાની ટળી હતી. ત્યારે ક્્યાં મકાનો આવેલા છે. કિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમકાનની બેદરકારી સામે આવી છે.
અમદાવાદમાં આવેલા નારણપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરમ્ય એપાર્ટમેન્ટના ત્રણ માળિયા મકાનો છે. ૨૯ વર્ષ જુના સુરમ્ય એપાર્ટમેન્ટના આવેલા બ્લોકનબર ૧૪ના ધાબા પર મુકાયેલી ૫૦૦૦ હજાર લીટરની પાણી તૂટી ગઈ હતી. એટલું જ નહી બ્લોકમાં ટાંકી તૂટતાં ધાબા સ્લેબ નમી પડ્યો છે. વહેલી સવારે બનેલી ઘટનાએ તકેદારીના પગલે જાનહાની ટળી હતી, પરતું આ એપાર્ટમેન્ટમાં વસતા રહીશો માટે સકટ ઉભો સાથે ડરનો માહોલ ઉભો કરી દીધો છે.
જાકે ઘટના બનતા સાથે અમદવાદ મહાનગર પાલિકા તત્ર દોડતું થયું હતું. વહેલી સવારે અ.મ્યુ.કો. ફાયર અને પોલીસ તત્ર સ્થળનો જાયજા લેવા પહોચી ગયું હતું. સ્થળ જાયજા મળી રહેલા અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે કે, નારણપુરા વિસ્તારમાં આવેલી સુરમ્ય એપાર્ટમેન્ટને ભયજનક મકાનોને અગાઉ નોટીસ આપી છે. હાલ મકાનો ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY